Top News

More Posts

   The Latest

Most Popular

રાજપીપળા નજીક સ્લીપ થતાં એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, પોલીસના હાથે ઝડપાયા

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ |

ડભોઇ તાલુકાના ભીખનકુઈ વિસ્તારમાં રાત્રિના સમયે બે યુવકો દ્વારા ઘર આંગણે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી કરી ભાગી જવાનો બનાવ સામે આવ્યો છે. ચોરાયેલી મોટરસાયકલ લઈને પુરઝડપે રાજપીપળા તરફ ભાગતા સમયે સ્લીપ થઈ જતા એક યુવકને ગંભીર ઇજાઓ થવા પામી હતી. બનાવની જાણ થતાં રાજપીપળા પોલીસે બંને યુવકોને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી.

ગર્લફ્રેન્ડને ખુશ કરવા ખર્ચા માટે ચોરી કર્યાની કબૂલાત

પૂછપરછ દરમિયાન બનાવની ગંભીરતા સમજાતા રાજપીપળા પોલીસે ડભોઇ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ચોરાયેલી મોટરસાયકલ સાથે બંને આરોપીઓને ડભોઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ડભોઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં અજય વાઘેલાને કમર તથા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને હાલ તેની સારવાર ચાલી રહી છે, જ્યારે કિસન તડવીને સામાન્ય ઇજા થઈ હતી. આરોપીઓએ ગર્લફ્રેન્ડને ખુશ કરવા ખર્ચા માટે ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બંને આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી ઇજાગ્રસ્તની સારવાર સાથે આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

અહેવાલ: સઈદ મનસુરી
ડભોઇ

To Top