Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર : રાજયમાં આજે ગુરૂવારે રાજયમાં અચાનક ફરીથી ઠંડીનો પારો વધુ નીચે ગગડી ગયો છે. ખાસ કરીને રાજયના વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કચ્છના નલિયામાં સતત કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે અહીં તાપમાનમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો થયો હતો. નલિયામાં આજે 9 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં નીચુ તાપમાન નોંધાયુ હતું.કચ્છમાં ઠંડી વધતા જનજીવનને અસર થવા પામી છે. આજે ગુરૂવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.રાજયના વિવિધ શહેરોમાં ગરમીનો પારો સરેરાશ 12થી 15 ડિગ્રીની આસપાસ રહ્યો હતો.

હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી ભૂજમાં 15 ડિ.સે., નલિયામાં 9 ડિ.સે., કંડલા પોર્ટ પર 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 12 ડિ.સે., અમરેલી ડિ.સે.,11 ડિ.સે., ભાવનગરમાં 15 ડિ.સે.,રાજકોટમાં 13 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 14 ડિ.સે.,મહુવામાં 13 ડિ.સે., અમદાવાદમાં 13 ડિ.સે.,ડીસામાં 13 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 14 ડિ.સે.,વડોદરામાં 12 ડિ.સે., અને સુરતમાં 16 ડિ.સે.,અને દમણમાં 16 ડિ.સે., લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

To Top