દાહોદ: ઝાલોદ તાલુકામાં કોરોના કાળમાં ઓક્સિજનના બોટલો લેવા માટે છેક દાહોદનો ધક્કો ખાવો પડતો હતો.તેમાંય ખાસ ઓક્સિજનની અછતને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કોરોનાની બીજી લહેરમા ઓક્સિજનની અછતના કારણે અનેક લોકોએ જાન પણ ગુમાવી હતી. જેને ધ્યાને લઇને ભારત સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારને ઓક્સિજન ઉત્પાદન પર ભાર મૂકીને આવનારા સમયમાં ઓક્સિજનની કટોકટી ટાળવા માટે સબ ડ્રિસ્ટ્રીક લેવલે ઓક્સિજન પ્લાન્ટ નાખવાના આયોજન હેઠળ દાહોદ જિલ્લામા ચાર સ્થળો પર ઓક્સિજન પ્લાન્ટ નાખવાનું ગુજરાત ન્યૂ પેટર્ન યોજનામા 6 કરોડ રૂપિયાના ફાળવવામા આવ્યા હતા.
તે પૈકી ઝાલોદ ખાતે આજ રોજ બોસ્કો ઇન્ડિયા કંપની દ્વારા ઓક્સિજન ટેન્કનું ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં દશેક દિવસમાં જ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઇ જશે. ફેસિલિટેડ એજન્સી તરીકે GCSRA કંપની તથા અન્ય કંપનીઓના સહગથી રાજ્ય સરકાર દ્વારા ઝાલોદ સરકારી દવાખાના ખાતે ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી જોવા મળી હતી. ત્રીજી લહેરની સંભાવનાઓને લઈને સબ ડ્રિસ્ટ્રીક હોસ્પિટલમાં તૈયારીઓ ચાલે છે.