World

ઑક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસી ગંભીર પ્રકારના કોવિડ સામે પણ અસરકારક : અમેરિકામાં નવી ટ્રાયલમાં જણાયું

લંડન, તા. ૨૨(પીટીઆઇ): અમેરિકા તથા બે દક્ષિણ અમેરિકન દેશોમાં ઓકસફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસીના કરવામાં આવેલા એક મોટા પરીક્ષણમાં જણાયું છે કે આ રસી લક્ષણયુક્ત કોવિડ-૧૯ અટકાવવામાં ૭૯ ટકા અસરકારક અને ગંભીર બિમારી અને હોસ્પિટલાઇઝેશન રોકવામાં ૧૦૦ ટકા અસરકારક છે એમ બાયોટેક કંપનીએ આજે જણાવ્યું હતું.

ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ અને અસ્ટ્રાઝેનેકા કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ઉપરના તારણો આવ્યા છે. આ પરીક્ષણ અસ્ટ્રાઝેનેકા પીએલસી દ્વારા અમેરિકા, ચીલી અને પેરુમાં કરવામાં આવ્યું હતું અને તેણે એ વાતને ફરી સમર્થન આપ્યું હતું કે આ રસી સલામત અને ભારે અસરકારક છે, આ પરીક્ષણે યુકે, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાંથી આવેલા ડેટામાં નવા ડેટાનો ઉમેરો કર્યો છુ. ઑક્સફર્ડ-અસ્ટ્રાઝેનેકાની રસી સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ ટાઇ-અપના ભાગરૂપે પણ ઉત્પાદિત કરવામાં આવે છે.

આ પરિણામો મોટા સમાચાર છે કારણ કે તેઓ આ રસીની નવી વસ્તીમાં નોંધપાત્ર અસરકારકતા દર્શાવે છે અને તે ઓકસફર્ડની આગેવાનીમાં કરવામાં આવેલા પરીક્ષણો સાથે સાતત્ય દર્શાવે છે એ મુજબ એન્ડ્રુ પોલાર્ડે જણાવ્યું હતું જેઓ એક અગ્રણી નિષ્ણાત પ્રોફેસર છે અને ઓકસફર્ડના પરિક્ષણની આગેવાની તેમણે લીધી હતી. આપણે કોવિડ-૧૯ સામે તમામ વય અને જુદા જુદા બેકગ્રાઉન્ડના લોકોમાં અસરકારકતાની અપેક્ષા આ રસીના વ્યાપક ઉપયોગ માટે રાખી શકીએ છીએ એ મુજબ તેમણે જણાવ્યું હતું. આ પરીક્ષણમાં તમામ વય જૂથના ૩૨૦૦૦ કરતા વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top