SURAT

સુરતમાં કરોડોની જમીનના માલિકો રાતોરાત બદલાઈ ગયા, આ રીતે થયું કૌભાંડ..

સુરત (Surat) : સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભૂમાફિયા (Land mafia), વકીલ (Advocate) અને રજિસ્ટ્રાર કચેરીના (Registrar Department) રીટાયર્ડ અધિકારીઓ (Retired Officer) દ્વારા કરોડોની જમીનોના માલિક રાતોરાત બદલી નાંખવામાં આવ્યા છે. આ આખો મામલો અઠવા પોલીસમાં એક જમીનની ફરિયાદ (Compliant) દાખલ થતા બહાર આવ્યો છે. આ મામલે ગુજરાતમાં (Gujarat) કરોડોની જમીન ધરાવતા ખેડૂતોની (Farmers) જમીન ગમે ત્યારે ભૂમાફિયાઓ પચાવી પાડે તેવી ગંભીર પરિસ્થિતી સર્જાઇ છે. આ આખા કિસ્સામાં બીજું કોઇ નહીં પરંતુ ભૂમાફિયાઓ, રજિસ્ટ્રાર કચેરીના હંગામી સ્ટાફ અને વકીલોની ભૂમિકા વિવાદમાં (Controversy) આવી છે. આખા ગુજરાતમાં આવી ગેંગ સક્રિય થતા પારસીઓની કરોડોની જમીનોની માલિક મૂળ માલિકની જાણ બહાર જ બદલાઇ ગઇ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસ કમિશનર અજય તોમરના ધ્યાનમાં આવતા ક્રાઇમ બ્રાન્ચને આખી તપાસ સોંપાય તેવા ચક્રો ગતિમાન થયા છે.

આ રીતે થયું કૌભાંડ
હાલમાં પોલીસ દ્વારા જે વિગતો જણાવવામાં આવી છે તેમાં રજિસ્ટ્રાર કચેરીએ પોલીસને જણાવ્યાનુસાર ખજોદ, વેસુ અને સિંગણપોરમાં કરોડોની જમીનની ગેરરિતી થઇ હોવાની આશંકા છે. સ્થાનિક રજિસ્ટ્રાર કચેરીમાં શંકા જતા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાં હજુ સંખ્યાબંધ જમીનોના કમઠાણો બહાર આવવાની શકયતા છે.

  • આ કિસ્સામાં 1961ની જમીનના દસ્તાવેજો સાથે ચેડા કરવામાં આવ્યા હતા
  • તેમાં સુરત રજિસ્ટ્રાર કચેરીમાંથી સ્ટાફના કોઇ સ્ટાફને ફોડવામાં આવ્યો
  • તેની પાસેથી જૂના દસ્તાવેજો મેળવીને 1961ના દસ્તાવેજ ગુમ કરવામાં આવ્યા
  • 1961ના સમયમાં જે મૂળ માલિકો હતા તેને બદલે ડમી માલિકો ઉભા કરાયા
  • આ માટે 1961ના સ્ટેમ્પ પેપરો મેળવવામાં આવ્યા હતા.
  • આ સ્ટેમ્પ પેપર ફેબ્રિકેટેડ હતા કે પછી નાસિક પ્રેસ સાથે સેટીંગ કરવામાં આવ્યુ તે હાલમાં તપાસનો વિષય છે
  • આ ઉપરાંત રાઇટીંગ એકસ્પર્ટ પાસેથી આખા દસ્તાવેજની કોપી કરવામાં આવી.
  • આ રીતે વેસુની સો કરોડની જમીનની રાતોરાત માલિક બદલી નાંખવામાં આવ્યા
  • સિંગણપોર અને ખજોદની જમીનમાં પણ આ રીતે ટાર્ગેટ કરવામાં આવી
  • આ તમામ જમીનોના કૌભાંડમાં કોમન બાબત એ છે કે તમામના મૂળ માલિકો પારસી છે

આ રીતે કૌભાંડ બહાર આવ્યું
વેસુની સો કરોડની જમીનના દસ્તાવેજ માટે આવેલા મૂળ માલિકો ફકીરી હાલતમાં જણાતા જિલ્લા રજિસ્ટ્રારને શંકા ગઇ હતી. આ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવતા વાસ્તવમાં દસ્તાવેજો બદલી નાંખવામાં આવ્યા હોવાનુ બહાર આવ્યુ હતુ. આ મામલે વેસુના મૂળ માલિકને બોલાવતા રજિસ્ટ્રારને તેમનો સ્ટાફ પણ મિલીભગતમાં હોવાની આશંકા ગઇ હતી. તેથી તેઓએ તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરાવી હતી

કોઇ પણ દસ્તાવેજ રજિસ્ટ્રાર કચેરીમાં બે નંબરમાં જોઇતો હોય તો એક દિવસનું ભાડું એક લાખ રૂપિયા હોવાની ચર્ચા
આ આખા કૌભાંડમાં સૌથી ગંભીર બાબત એ છે કે જો કોઇ પણ દસ્તાવેજ જોઇતો હોયતો રજિસ્ટ્રાર કચેરીમાં બેસેલા હંગામી સ્ટાફ કરોડોની જમીનના દસ્તાવેજો કોઇને પણ જોવા માટે આપી દે છે. આ માટે આ દસ્તાવેજ જોવા હોય તો તેને ઘરે લઇ જવાની કિંમત એક દિવસના એક લાખ રૂપિયા છે. સિંગણપોર અને વેસુની જમીનમા આ રીતે પાછલા વર્ષના જમીનના દસ્તાવેજો 3 દિવસના રેન્ટથી આપવામાં આવ્યા હતા. તેમાં લોકલ સ્ટાફે 3 લાખ રૂપિયા ભાડૂ લીધુ હોવાની આશંકા છે. અલબત આ મામલે કોઇ સતાવાર સમર્થન મળ્યુ નથી પરંતુ અઠવા પોલીસ દ્વારા આ મામલે તપાસ કરાઇ રહી છે.

ભૂમાફિયાઓએ પારસીઓની જમીન ટાર્ગેટ કરી હોવાની વાત
ભૂમાફિયાઓની રાજયની ટોળકીઓએ મોટે ભાગે પારસીઓની જમીન ટાર્ગેટ કરી છે. તેમાં પારસી પંચાયતના માજી પ્રમુખની જમીન પણ ટાર્ગેટ થઇ ગઇ છે. તેના પણ મૂળ માલિક બદલાઇ ગયા છે. આ લોકોએ 1961ના માલિકોને બદલી નાંખતા પોતાના ડમી માણસો કાગળ પર ઉભા કરીને કરોડોની જમીન પચાવી પાડવા સફળ રહ્યા છે.

શું કહે છે એકસ્પર્ટ?
આ મામલે એડવોકેટ મનીષ પટેલે જણાવ્યું હતું કે, તેઓ આ મામલે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરશે. આ કૌભાંડ સુરતમાં જ નહી પરંતુ આખા રાજયમાં થયું છે તેમાં ખેડૂતોના કરોડોની જમીનના માલિકો રાતોરાત બદલાઇ ગયા છે

શું કહે છે પીઆઇ?
પીઆઇ બુડબડિયાએ હાલમાં આ મામલે તપાસ કરાઇ રહી હોવાની વાત કરી છે. આ ગંભીર મામલે આરોપીઓને પોલીસ શોધી રહી છે.

Most Popular

To Top