ભરૂચ જિલ્લામાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ: ૨૦૬ પોઝિટિવ, તાપી જિલ્લામાં પોલીસ વડા સહિત કુલ ૩૦ વ્યક્તિ સંક્રમિત

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં કોરોના (Corona) મહામારીથી રોજબરોજ વધારો થઇ રહ્યો છે. મંગળવારે ભરૂચ જિલ્લામાં નવા ૨૦૬ કોરોના પોઝિટિવ (corona positive) કેસો નોંધાયા હતા. તેમાં ૭૭ વર્ષીય કોરોના પોઝિટિવ આધેડનું મંગળવારે મોત નીપજ્યું હતું. કોરોનાની વેક્સિનના (vaccine) બંને ડોઝ લીધા બાદ અઠવાડિયા પહેલાં બીમાર થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ૧૪૦ કેસોને ડીસ્ચાર્જ કરાયા હતા. મંગળવારે ભરૂચ જિલ્લામાં ૨૪ કલાકમાં ગ્રામ્ય કક્ષાએ સૌથી વધારે ૧૨૦ કોરોના પોઝિટિવ કેસ અને શહેરી કક્ષાએ ૮૬ કેસ નોંધાયા હતા.

મંગળવારે કોરોના કેસનો આંકડો વધીને ૨૦૬ પર પહોંચ્યો હતો. જેમાં નેત્રંગ અને હાંસોટને બાદ કરતાં સૌથી વધારે ભરૂચ શહેર-તાલુકામાં ૭૦ કેસ, અંકલેશ્વર શહેર-તાલુકામાં ૮૦, આમોદ તાલુકામાં ૧, ઝઘડિયામાં ૪૫, વાલિયામાં ૧,જંબુસરમાં ૪ અને વાગરામાં ૫ કેસો નોંધાયા હતા. ભરૂચના એ/૪૧, ન્યૂ આનંદનગર સોસાયટીમાં રહેતા ૭૭ વર્ષીય કૌશિક ગુણવંતરાય દવે તા.૧૧/૧/૨૦૨૨ના રોજ બીમાર થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

તેમના પરિવારજનોને કૌશિકભાઈ દવેને કોરોના વેક્સિનના બે ડોઝ અપાવ્યા હોવાથી સારવાર દરમિયાન થોડા ચિંતામુક્ત હતા. છતાં દિવસે ને દિવસે તેમની તબિયત લથડતી જતી હોવાથી તા.૧૮/૧/૨૦૨૨ના રોજ તેમનું અવસાન થઇ ગયું હતું. તેમના પાર્થિવ શરીરને કોવિડ ગાઈડલાઈન મુજબ નર્મદા સ્મશાનભૂમિ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

તાપી જિલ્લામાં મંગળવારે કોરોનાના કુલ ૩૦ કેસો નોંધાયા છે, જેમાં જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં પોલીસ વડા સહિત કુલ ૧૨ કોરોના સંક્રમિત થયા છે. વાલોડ તાલુકામાં ૧૪ વર્ષિય કિશોરી મળી કુલ ૧૦ કોરોના સંક્રમિત થયા છે. સોનગઢ તાલુકામાં ૨, નિઝર તાલુકામાં ૪ જ્યારે ડોલવણમાં ૨ કેસ નોંધાયા છે. મંગળવારે ૪ દર્દી સાજા થયા છે. જિલ્લામાં કોરોનાએ સેંચ્યુરી વટાવી દેતાં આંકડો ૧૦૯ પર પહોંચ્યો છે.

તાપી જિલ્લામાં કોરોના વધુ પ્રસર્યો: પોલીસ વડા સહિત કુલ ૩૦ વ્યક્તિ સંક્રમિત થયા
વ્યારા દત્તકૃપા સોસાયટીમાં ૩૧ વર્ષિય પુરુષ, નર્સિંગ કોલેજ, ઇન્દુમાં ૨૧ વર્ષિય મહિલા, રૂપવાડાના ગાંધી ફળિયામાં ૫૦ વર્ષિય પુરુષ, પાનવાડી જિલ્લા સેવા સદન ક્વાર્ટર્સમાં ૩૧ વર્ષિય મહિલા, ૫૮ વર્ષિય પુરુષ, પોલીસ બંગલો ૩૯ વર્ષિય મહિલા, ૪૭ વર્ષિય પુરુષ, કેળકુઇ ગામે માક્તિ ફળિયામાં ૩૮ વર્ષિય પુરુષ, વ્યારામાં ૫૮ વર્ષિય પુરુષ, મોચીવાડ મહાદેવ ગલીમાં ૫૮ વર્ષિય મહિલા, ૬૩ વર્ષિય પુરુષ, મુખ્ય બજારમાં ૪૪ વર્ષિય પુરુષ વાલોડ તાલુકાના અલગટ ગામે ગાંધી ફળિયામાં ૪૦ વર્ષિય પુરુષ, ઉતરતી બજારમાં ૫૭ વર્ષિય મહિલા, કલમકુઇના પટેલ ફળિયામાં ૫૦ વર્ષિય મહિલા, મારુતિધામ સોસાયટીમાં ૪૭ વર્ષિય પુરુષ, દેગામાના ચીકી ફળીયામાં ૨૮ વર્ષિય મહિલા, અંબાચના પારસી ફળિયામાં ૩૩ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

નાલોઠામાં ૪૫ વર્ષિય પુરુષ, કલમકુઇ પારસી ફળીયામાં ૧૪ વર્ષિય કિશોરી, ધામોદલા નવા ફળીયામાં ૪૨ વર્ષિય મહિલા, દેગામાના ઢોડિયા ફળિયામાં ૫૧ વર્ષિય પુરુષ, સોનગઢ તાલુકામાં પીપળકુવા, દાદરી ફળિયામાં ૩૬ વર્ષિય પુરુષ, ખાંભલા ગામે નહેર ફળિયામાં ૧૮ વર્ષિય યુવતી, નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામે ભાથીજી મંદિર પાસે ૫૫ વર્ષિય પુરુષ, CHC ક્વાર્ટર્સમાં ૩૮ વર્ષિય પુરુષ, ૨૮ વર્ષિય પુરુષ, અડદા ગામે આશ્રમ ફળિયામાં ૧૭ વર્ષિય યુવતી, ડોલવણ તાલુકામાં ધંતુરીગામે ડુંગરી ફળિયામાં ૧૭ વર્ષિય યુવતી, પીપલવાડા ગામે નાગઝર ફળિયામાં ૩૪ વર્ષિય પુરુષ કોરોના સંક્રમિત થયા છે.

Most Popular

To Top