Vadodara

વડોદરામાં વર્ષ 2023 દરમિયાન ચાર કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વડોદરા: વડોદરા (Vadodara) શહેરમાંથી વર્ષ 2023 દરમિયાન ચાર કરોડ ઊપરાંતનો વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપાયો હતો. જેમાં ખાસ કરીને બે કરોડ જેટલો વિદેશી દારૂતો પોલીસના (Police) ઝોન-4માંથી જ પકડાયો હતો. ત્યારે વારંવાર ઝોન-4માંથી દારૂ પકડાતા ભારે તર્ક વિતર્ક સર્જાયા છે. કારણ કે મોટી માત્રામાં દારૂ પકડાતો હોય પરંતુ જેમા માત્ર નાના પ્યાદાઓની ધરપકડ કરાય છે. જ્યારે કુખ્યાત બુટલેગરો બિન્દાસ્ત રીતે ફરાર થઇ જતા હોય છે. એક વર્ષ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી મળીને 600 ઉપરાંતના વિદેશી દારૂના કેસ થયા છે. જેમાં એક હજાર ઉપરાંતના આરોપીઓની ધરપકડ કરાઇ છે.

વડોદરા શહેરમાં મોટીમાત્રામાં વિદેશી દારૂ ઉતરતો હોય છે. જેમાં મોટાભાગે બિશ્નોઇ ગેંગ તથા લિસ્ટેડ બુટલેગર લાલુ સિંધી દ્વારા દારૂનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. બંને ગેંગ દ્વારા સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં દારૂ સપ્લાય કરાતો હોય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટા ઉપાડે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરમાં વિવિધ ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ ઝોનમાંથી મળીને સ્ટેટ મોનિટરિંગ સેલ, એલસીબી, ડીસીપી ,પીસીબી સહિતના સ્થાનિક પોલીસ દ્વારા મળીને 4 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો વર્ષ 2023 દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો.

જેમાં ખાસ કરીને એલસીબી ઝોન-4માં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ સહિત અન્ય એજન્સીએ દરોડો પાડીને 2 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો હતો. પરંતુ મુખ્ય બુટલેગરો ફરાર થઇ જતા હોય છે અને માત્ર નાની પ્યાદાઓ પોલીસને હાથમાં આવતા હોય છે. ત્યારે વારંવાર ઝોન -4માંંથી મોટીમાત્રામાં વિદેશી દારૂ પકડાતો હોવાના કારણે તમામ પીઆઇ, એસીપી તથા ડીસીપી સહિતના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

ઝોન -4માં કયા પોલીસ સ્ટેશનમાં કયા પોલીસ ઇન્સ્પેક્ટર?

  • સિટી પોલીસ સ્ટેશન – સી આર જાદવ
  • કુંભારવાડા પોલીસ સ્ટેશન – વાય એમ મિશ્રા
  • વારસીયા પોલીસ સ્ટેશન – એસ એમ વસાવા
  • બાપોદ પોલીસ સ્ટેશન – સી આર જાદવ
  • હરણી પોલીસ સ્ટેશન – સી બી ટંડેલ
  • સમા પોલીસ સ્ટેશન – એમ બી રાઠોડ
  • સિટી પોલીસ સ્ટેશન – આર બી ચૌહાણ

78 લાખના દારૂ સાથે ઝડપાયેલા 5 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજુર
આજવા રોડ પર આવેલા સરદાર એસ્ટેટ પાસે લાલુ સિંધી દ્વારા ટ્રકમાં મંગાવેલા વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. તેના પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને 78 લાખના દારૂ સાથે 1.24 કરોડની મુદ્દામાલ કબજે કરાયો હતો. જેમાં બૂટલેગર સુનિલ ઉર્ફે અદો અને મુકેશ મખીજાની, ચિરાગ દરબાર, અજય રાઠોડ અને સોનું કોલીની ધરપકડ કરાઇ હતી. જ્યારે લિસ્ટેડ બુટલેગર લાલિ સિંધીને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેથી આરોપીઓના વુધુ પુછપરછ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Most Popular

To Top