Entertainment

ઓસ્કાર મળ્યો પણ સ્ટેજ પર એવું તે શું થયું કે ગુનિત મોંગાએ કહ્યું તે ખુબ દુખી છે

નવી દિલ્હી: ઓસ્કાર 2023માં (Oscars 2023) ભારતે (India) પોતાનો ડંકો વગાડ્યો છે. ભારતની ફિલ્મ તેમજ તેના સોંગને સૌનો ખૂબ પ્રેમ મળ્યો છે. RRR ફિલ્મના ગીત નાટુ-નાટુ પર હોલિવુડના સેલિબ્રિટિઓ ઝૂમ્યા તો બીજી તરફ પ્રોડ્યુસર ગુનીત મોંગાની શોર્ટ ડોકયુમેન્ટ્રી “ધ એલિફંટ વ્હિસ્પર્સે” (The Elephant Whisper) એવોર્ડ મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે.

એવોર્ડ સેરેમની પછી ધણી ખબરો એવી સામે આવી છે જેના કારણે ભારતના લોકો નિરાશ થયા છે. એક તરફ એવી વાત ચાલી રહી હતી કે આરઆરઆરની ટીમનુ અપમાન થયું છે કારણ કે તેઓને છેલ્લે સીટ મળી હતી જયાંથી એકઝિટ હતું. આ પછી એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે વિદેશી મીડિયા દીપિકા પદૂકોણને ઓળખી શકી ન હતી. ત્યારે હવે ઓસ્કાર 2023ના મંચ પર ગુનીત મોંગાને બોલવાનો મોકો ન મળ્યો તેવી ફરિયાદ તેઓએ કરી છે. તેઓએ કહ્યું આ બાબતથી હું ખૂબ જ નિરાશ થઈ છું.

ગુનિત મોંગા અને ડાયરેકટર કાર્તિકી ગોસ્વામી ઓસ્કર જીત્યા પછી સ્પીચ આપવા માટે સ્ટેડ પર ગયા હતાં. કાર્તિકીને આખી સ્પીચ આપી હતી જ્યારે ગુનિતે થોડી સ્પીચ આપી અને વચ્ચે એક મ્યુઝિક વગાડવામાં આવ્યું હતું જેના કારણે તેણે સ્ટેજ પરથી ઉતરી જવું પડ્યું હતું. જણાવી દઈએ કે ગુનિતને ઓસ્કાર 2023માં બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ બનાવવા માટેનો એવોર્ડ મળ્યો હતો.

આ ધટના બહાર આવતા જ ઘણાં ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સે ઓસ્કર 2023ના મંચ પર ગુનીત મોંગા સાથે થયેલા આ અન્યાય પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાકે કહ્યું કે ઓસ્કરે આ બરાબર કર્યું નથી. તો કેટલાકે કહ્યું હતું કે ગુનીત રંગભેદનો શિકાર બની હતી. હવે નિર્માતા ગુનીતે એક ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી છે. તેણીએ કહ્યું છે કે તે ઓસ્કાર 2023ના મંચ પર ભાષણ ન આપી શકવાથી દુખી હતી. તેણે કહ્યું આ ભારત માટે બેસ્ટ મૂમેન્ટ હતી પણ તેનો હક મારી પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો.

જો કે ગુનીત મોંગાને ઓસ્કાર પ્રેસ રૂમમાં તેમનું આખું ભાષણ આપવાનો મોકો મળ્યો હતો. ગુનીતે ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેને ઘણા પ્લેટફોર્મ પર પોતાની વાત કહેવાનો મોકો મળ્યો છે. તે જ સમયે તેણીએ વચન આપ્યું હતું કે આગામી વખતે જ્યારે પણ તે ઓસ્કાર જીતશે, તે ચોક્કસપણે તેનું ભાષણ આપશે.

Most Popular

To Top