Business

ChatGPT બનાવનાર કંપનીએ ભારતમાં ભરતી શરૂ કરી, એક કર્મચારીને જોબ આપી

નવી દિલ્હી: ચેટ જીપીટી (ChatGPT) બનાવનાર કંપની ઓપન એઆઈ (OpenAI)એ ભારતમાં કર્મચારીઓની ભરતી કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના પહેલાં કર્મચારીની ભરતી કરી છે. કંપનીએ ગર્વમેન્ટ રિલેશન હેડની નિયુક્તિ કરી છે.

માઈક્રોસોફ્ટ ઈન્વેસ્ટી OpenAIએ ભારતમાં પબ્લિક પોલિસી અફેયર્સ અને ભાગીદારીનું નેતૃત્વ કરવા પ્રજ્ઞા મિશ્રાની નિમણૂંક કરી છે. આ મામલાની જાણકાર વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કંપનીએ પ્રજ્ઞા મિશ્રાની એપોઈન્ટમેન્ટની તમામ પ્રક્રિયા ફાઈનલ કરી દીધી છે.

રિપોર્ટ્સ અનુસાર 39 વર્ષીય પ્રજ્ઞા મિશ્રા અગાઉ ટ્રુ કોલર એબી (Truecaller AB ) અને મેટા પ્લેટફોર્મ્સ (Meta Platforms-Facebook) માટે કામ કરી ચૂક્યા છે. હવે તે આ મહિનાના અંતમાં OpenAI સાથે કારકિર્દીની નવી શરૂઆત કરશે.
ભારતમાં ભરતીના સમાચાર અંગે OpenAI તરફથી હાલમાં કોઈ કોમેન્ટ કરવામાં આવી નથી. પ્રજ્ઞા મિશ્રાએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મિશ્રા અગાઉ સ્ટોકહોમ ખાતે કોન્ટેક્ટ વેરિફિકેશન ફર્મ ટ્રુ કોલરમાં પબ્લિક અફેર્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કામ કરતી હતી. કંપની ભારતને ટોચનું બજાર માને છે. આ પહેલાં પ્રજ્ઞા મેટા પ્લેટફોર્મ્સ પર હતી, જ્યાં તેણીએ 2018માં ખોટી માહિતી સામે વોટ્સએપ વતી ઝૂંબેશ ચલાવી હતી.

વૈશ્વિક ટેક કંપનીઓ માટે ભારત મોટું બજાર
ભારત તેની 1.4 અબજની વસ્તી અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવતું ભારત વૈશ્વિક ટેક કંપનીઓ માટે વૃદ્ધિની મોટી તક બની ગયું છે. જો કે, સ્થાનિક કંપનીઓને અસર ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કાયદા ઘડનારાઓ અને નિયમનકારો સાથે, આ નેવિગેટ કરવું મુશ્કેલ બન્યું છે.

ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ગયા વર્ષે ભારત આવ્યા હતા
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન ગયા વર્ષે ભારત આવ્યા હતા. અહીં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. તેમની ભારત મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત જેવા દેશોએ એઆઈ સંશોધનને એવી રીતે સમર્થન આપવું જોઈએ કે તે આરોગ્ય સંભાળ જેવી સરકારી સેવાઓમાં સુધારો કરી શકે.

Most Popular

To Top