રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અમદાવાદમાં વધુ 6 કેસ સાથે કુલ 17 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં 15 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,15,311 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે . નવા કેસ નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 6, સુરત મનપા, ગ્રામ્ય, વડોદરા મનપામાં 3-3, અને વડોદરા ગ્રામ્ય તથા વલસાડમાં 1-1 નવો કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એકપણ મૃત્યું થયું નથી.
આ ઉપરાત હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઈ છે. જ્યારે 145 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે. દરમિયાન બુધવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 5,32,588 વ્યકિતઓને રસી આપવામાં આવી જેમાં 37 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 4,488ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18-45 વર્ષ સુધીના 2,28,026ને પ્રથમ ડોઝ અને 1,54,252ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 76,070ને પ્રથમ ડોઝ અને 69,915 બીજો ડોઝ મળી કુલ 5,32,588 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,07,95,349 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.