શહેરમાં કોરોનાનું સંક્રમણ હાલ નહીવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન પાંચથી પણ ઓછા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શનિવારે શહેરમાં કોરોનાનો માત્ર એક જ કેસ કતારગામ ઝોનમાં નોંધાયો હતો. પરંતુ હજી પણ શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરે તે માટે મનપા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કારણ કે, શહેરમાં ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવનારાઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે તેમજ મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરીયન્ટના કેસ વધી રહ્યા છે, જેથી સુરતમાં પણ આવનારા દિવસોમાં સંક્રમણ વધે તો નવાઈ નહી.
શહેરમાં કોરોનાનો નવો માત્ર 1 કેસ નોંધાયો
By
Posted on