એક જમાનામાં શાકભાજી લેવા જતી મહિલાઓ, ગૃહિણીઓ શાકભાજી ખરીદે પછી જાણે કે મફત માંગવુ એ પોતાનો જન્મજાત અધિકાર હોય એમ કાંદા લસણ લીંબુ મરચાં બકાલુવાળો ન આપે ત્યાં સુધી હાટડી પાસેથી ખસતી નહિ . આ ચાર લીલા મસાલા શાકભાજી પર મફત ન મળે ત્યાં સુધી પૈસા ચૂકવવા માટે બટવામા હાથ નાખે એ બીજી કોઇ હોઈ શકે પણ ગુજરાતણ તો નહિ જ. આજે તો બે પાંદડા કોથમીર પણ શાકવાળો મફત નથી આપતો. શાકભાજીના( અને બીજી તમામ જીવન જરૂરી વસ્તુઓના) ભાવ વધારાની જાણે કે મોસમ છલકે છે.
સરકારની આ ભાવ વધારા તરફ નજર નાખવાની કાંતો ફુરસદ નથી અથવા તો આની અવગણના કરવામાં આવેછે. ઉનાળામાં જેની વઘુ જરૂર પડે એવું લીંબુ દસ રૂપિયાનું એક મળે છે.અને બજાર ભાવ ચારસો રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. દક્ષિણમા લીંબુનો પાક નિષ્ફળ ગયાનું કહેવાય છે. તો લીંબુની આયાત ન થઇ શકે? અહીં એક બાબતની યાદ અપાવવી રહી કે બારેક વરસ પહેલાં દિલ્હીમાં ચૂંટણીના ત્રણેક માસ પહેલાં કાંદાનો ભાવ વધારાનો મુદ્દો એવો સંવેદનશીલ બનાવી દેવામાં આવ્યો કે સરકારને ભારે પડી ગયો. અલબત આમા બીજા પરિબળો પણ હતાં જ, પરંતુ કેન્દ્રમાં કાંદો હતો એ વાત ભૂલવી ન જોઇએ.
સુરત – પ્રભાકર ધોળકીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.