(પ્રતિનિધી) કાલોલ તા.૧૭
કાલોલ પોલીસે મધ્યરાત્રી અને વહેલી સવાર દરમિયાન ગાયોના ટોળા માથી ગાયો ઉઠાવી જતા ગૌ તસ્કરો કાલોલ નગરમાં સક્રિય બનેલ છે ગૌ તસ્કરો ના વિડિયો આધારે તપાસ શરૂ કરી સૂપેડા હોસ્પિટલ સામેની સોસાયટીમાંથી એક કારમાં ગાયને બળજબરીપૂર્વક બેસાડી જવાનો નિષ્ફળ પ્રયાસ કરતા કસાઈઓનો વિડીયો જોઈ તેમાં જોવા મળેલ કારની તપાસ કરતા ગાડી જીજે ૦૧ એચ ઝેડ ૫૪૫૩ નંબર ની હોવાનુ જાણવા મળેલ જેના માલીક રાહુલભાઈ પ્રકાશભાઈ દરમાણી રે બામરોલી રોડ ગોધરા ની પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ કાર તેઓએ અબ્દુલ ઈસ્માઈલ જરદા રે. અબુ બકર મસ્જિદ ની બાજુમાં ગોધરા નાઓ ને રૂ ૪૦,૦૦૦/ મા ગીરો આપેલ છે જે બાદ અબ્દુલ ઈસ્માઈલ જરદા ની પુછપરછ કરતા તેણે જણાવેલ કે આ ગાડી મે જાફર બિલાલ ડમરી રે. ગોન્દ્રા મોર્ડન ગેરેજ પાછળ વડોદરા હાઈવે મુકામ ગોધરા નાઓને આપેલ છે પૂછપરછ કરતા તેને પોતાનું નામ સમીર રમજાની ભાગલીયા ઉ વ ૨૧ ધંધો ડ્રાઈવિંગ રે ગોંદ્રા સર્કલ મન્સૂરી સોસાયટી રહે. ગોધરા નો હોવાનું જણાવેલ પકડાયેલ ઇસમને પૂછપરછ કરતા તેને જણાવેલ કે ગત તારીખ ૨૯ ડિસેમ્બરના રોજ તેઓ રિયાજ અભી રે ગોધરા તથા મોહંમદ અલી મોભા રે ગોધરા તથા જફર બિલાલ ડમરી એમ ચાર જેટલા ઈસમો સાથે ગોધરાથી કાલોલ કતલ કરવાના ઈરાદે ગાયો ઉઠાવવા આવ્યા હતા અને એમ જી એસ ગરનાળા પાસેથી જાહેર રોડ ઉપર થી કતલ કરવાના ઈરાદે એક ગાય કારમાં ભરી હતી અને બીજી ગાય જોવા માટે ડેરોલ સ્ટેશન રોડ તરફ નીકળ્યા હતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરતાં કારમાં ગાયો ઉઠાવી જતાં તસ્કરો ઝડપાઈ જવા પામ્યા છે.
કાલોલથી ગાય ઉઠાવી જતા કસાઈઓ પૈકી એકને કાર સાથે પોલીસે ઝડપ્યો
By
Posted on