વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા 5.45 લાખની છેતરપિંડીની વધુ એક છેતરપિંડીની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઠગ ચિંતન ઉર્ફ ચેતને વાઘોડિયાના લોકોને પણ સસ્તુ મકાન અપાવવા, કેનેડા અને UKના વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી હતી. અગાઉ સગા સાળા સાથે વિદેશ મોકલવાના નામે 5.60 લાખની જયારે ONGCમાં નોકરી અપાવાના બહાને 4 લોકો સાથે 20 લાખની ઠગાઇ કરી હતી.
વડોદરાના વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામના રહેવાસી રાકેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલ ખેતી કામ કરે છે. 1.5 વર્ષ પહેલા જેસીંગપુરા ગામના વતની અને હાલ વડોદરામાં વાઘોડિયા રોડની શ્રી સોસાયટીમાં રહેતા ઠગ આરોપી ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલે વાઘોડિયા-વડોદરા રોડ ઉપર આવેલી ગાયત્રી મંદિરની બાજુ તપોવન રેસિડેન્સીમાં સસ્તા ભાવે મકાનો બનાવવાની જાહેરાત આપી હતી. જ્યાં તેની કોઇ જગ્યા ન હોવા છતાં તેને બોગસ જાહેરાત આપીને લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી કરી છે.
ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલે ખેરવાડી ગામના રાકેશભાઇ પટેલને પણ તપોવન રેસિડેન્સીમાં મકાન આપવાની લાલચ આપી રૂપિયા 5 લોકો પાસેથી બુકિંગના 50 હજાર લેખે રૂ. 2.50 લાખની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત ઠગે ચિંતન ઉર્ફ ચેતન પટેલે દર્શનકુમાર સદાનંદભાઇ પંજાબીને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી 2.95 લાખ રૂપિયાની છેતરપિડી કરી હતી. ઠગ ચિંતને દર્શનકુમાર પાસેથી UKના વિઝા અપાવવાના નામે તેનો ઓરીજનલ પાસપોર્ટ લીધો હતો.