Madhya Gujarat

મહીસાગરના 359 ગામમાં સો ટકા રસીકરણ કરાયું

આણંદ : વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ના સંક્રમણ સામે આરોગ્ય સુરક્ષા કવચ આપતું કોરોના રસીકરણ મહાઅભિયાન મહીસાગર જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. જિલ્લા આરોગ્ય તંત્રે કલેકટર ડો.મનીષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના 171 ગામમાંથી 359 ગામમાં સો ટકા રસીકરણ થયું છે.

મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૮ થી ૪૪ વર્ષ વયના નાગરિકોને કોરોના રસી આપવાની ઝુંબેશ કાર્યરત છે. જિલ્લા આરોગ્ય તંત્ર  દ્વારા હાથ ધરાયેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી ૧૮થી ૪૪ વર્ષ વયના તેમજ ૪૫થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦,૮૮,૩૪૨ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવી કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. જેમાં ૧૮થી ૪૪ વર્ષ વયના ૪,૩૫,૪૯૯ નાગરિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૭,૧૯,૪૭૬ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ સાથે ૮૮.૭૯ ટકા તેમજ ૩,૬૮,૮૬૬ નાગરિકોએ રસીનો બીજો ડોઝ પ્રાપ્ત કર્યો છે.

રસી લીધા બાદ પણ કાળજી રાખવી જરૂરી છે

‘વેકસીન લીધા પછી પણ કાળજી એટલી જ રાખવાની છે. જેમ કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને જાહેર ભીડવાળી જગ્યા ઉપર જવું નહીં,  સેનીટાઇઝ કરવું, જયાં-ત્યાં થુંકવુ નહીં અને ખૂબજ કાળજી રાખી આ રોગની ગંભીરતાને સમજી આપણે બધા સાથે મળી રોગને નિયંત્રણમાં લાવવા તમામ સહયોગ કરશે તેવી આશા વ્યકત કરી હતી. ’ – ડો. મનીષકુમાર, કલેક્ટર, મહીસાગર.

કયા તાલુકામાં કેટલા લોકોએ રસી લીધી ?

  • તાલુકો      નાગરિકો
  • લુણાવાડા   ૨,૮૧,૫૯૦
  • બાલાસિનોર ૧,૭૨,૦૨૧
  • સંતરામપુર  ૨,૯૩,૨૪૯
  • ખાનપુર     ૯૬,૨૧૭
  • કડાણા     ૧,૪૧,૩૯૮
  • વિરપુર  ૧,૦૩,૮૬૭

કયા તાલુકાના કેટલા ગામોમાં 100 ટકા રસીકરણ થયું

  • તાલુકો        કુલ ગામ   સો ટકા
  •                          રસીકરણ
  • બાલાસિનોર  48         25
  • કડાણા       132        118
  • ખાનપુર       85         54
  • લુણાવાડા     238        69
  • સંતરામપુર    162        67
  • વિરપુર       52         26
  • કુલ         717         359

Most Popular

To Top