સાપુતારા: 1 કરોડની (One Corar) ખંડણી (Ramson) માટે નાસિકનાં (Nasik) બે શખ્સોનું અપહરણ (Kidnapping) કરનાર પાંચ શખ્સોને સાપુતારા (Saputar) પોલીસે (Police) હથિયારો સાથે સાપુતારાથી ઝડપી પાડ્યા છે.ગતરોજ મંગળવારે રાત્રે સાપુતારા પોલીસની ટીમે સાપુતારા ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધર્યુ હંતુ. તે દરમ્યાન મહારાષ્ટ્ર તરફથી સાપુતારા ચેકપોસ્ટ પર એક ગ્રે કલરની ઈનોવા ક્રિસ્ટા ગાડી તથા તેની પાછળ સિલ્વર કલરની સ્કોડા ગાડી આવતા પોલીસની ટીમે આ બન્ને ગાડીઓને માર્ગની સાઈડમાં ઉભા રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ આ બન્ને ફોરવ્હીલ ગાડીઓઓનાં ચાલકોએ ઉભી રાખવાની જગ્યાએ સ્પીડમાં હંકારી મૂકી હતી. જેથી સાપુતારા પોલીસ મથકનાં જવાનોએ મોટરસાયકલ પર પીછો કરી ઈનોવા અને સ્કોડા ગાડીને લેક્વ્યુ ત્રણ રસ્તા પર ઓવરટેક કરી ગાડીઓ ઉભી રાખી હતી. તે દરમ્યાન ઈનોવા કારમાં પાછળની સીટ પર બેસેલ બે ઈસમો હિન્દીમાં ‘હમે બચાવો…હમે બચાવો… હમકો ઈન લોગોને કિડનેપ કિયા હે’ની બુમો પાડતા તુરંત જ પોલીસનાં જવાનોએ ગાડીને ઘેરી લઈ ચાવી કાઢી લઈ આ બન્ને ઈસમોને બહાર ઉતારી લઈ પોલીસ મથકે જાણ કરી હતી.
પોલીસની ટીમને થતા તુરંત જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો
બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા તુરંત જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઈનોવા અને સ્કોડા ગાડીમાં સવાર પાંચ અપહરણકર્તાઓની ધરપકડ કરી હતી. જેમાં અપહરણ કરાયેલા ઈસમોમાં યોગેશભાઈ ધર્મા ભાલેરાવ તથા મહેન્દ્રભાઈ વસંતરાવ ગાયકવાડએ સાપુતારા પોલીસને જણાવ્યું હતું કે તેઓ બન્ને નાસિક આડગાંવની જત્રા હોટલ પાસે રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં અરસામાં તેઓની ઈનોવા ગાડીમાં બેસવા જતા હતા. તે દરમ્યાન ઈનોવા ગાડીનો દરવાજો ખોલતા જ ગાડી પાસે ઉભેલા ચાર ઈસમોએ અમારી નજીક આવી જબરદસ્તીથી અમોને ગાડીની પાછળની સીટ પર ધકેલી દઈ પિસ્તોલ જેવું હથિયાર બતાવતા અમે બુમો પાડવા લાગ્યા હતા.
કિડનેપ કરી વણી તરફ લઈ ગયા હતા
તેમાંથી એક ઈસમે અમોને જણાવ્યું હતું કે ‘ચુપચાપ રહો ચિલ્લાઓ મત્ર કહી ઈનોવાની ચાવી લઈ લીધી હતી. અમને પાછળની સીટ પર ધકેલી દઈ અમારી સાથે એક માણસ બેસાડીને કહ્યું હતું કે તમારી પાસેથી અમને એક કરોડ રૂપિયા જોઈએ છે. નહીંતર તમને મારી નાખીશું તેમ જણાવી અમને કિડનેપ કરી વણી તરફ લઈ ગયા હતા અને ઈનોવાની પાછળ અપહરણકર્તાઓની બીજી કાર પણ આવી રહી હતી. આ અપહરણકર્તાઓએ બન્ને ઈસમો પાસેથી 1 કરોડની માંગણી કરી તેઓને વણી થઈ ગુજરાતનાં સાપુતારા લઈ આવ્યા હતા.પ રંતુ સાપુતારા પોલીસની ટીમની સતર્કતા અને સમયસૂચકતાનાં પગલે અપહરણ કરાયેલા બન્ને ઈસમોનાં જીવ બચી ગયા હતા.
પકડાયેલા આરોપીઓ
હાલમાં સાપુતારા પોલીસની ટીમે અપહરણ કરનાર આરોપીઓમાં (1) વિનીત પુંડલીક ઝાલ્ટે (2) વિનોદ ઉર્ફે સાંઈરામ વિષ્ણુ ડાગળે (3) સંતોષ મારુતિ શિંદે (4) રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ (5) ભારત દતાત્રય દેઓરેની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી પિસ્તોલ, છરા સહિતના હથિયારો પકડાયા
પોલીસે આરોપીઓ પાસેથી પાસ પરમીટ વગરની લોખંડનાં ધાતુની દેશી બનાવટની એક પિસ્તોલ 20,000નાં કિંમતની, કારતુસ નંગ-3 જે 300 રૂપિયાનાં, એક ધારદાર છરો જે 500 રૂપિયાનો, સ્કોડા કાર 3,50,000 રૂપિયાની, મોબાઈલ ફોન નંગ 8 જે 70,500 રૂપિયા મળી કુલ 4,41,300નો મુદ્દામાલનો કબ્જો મેળવી આગળની તપાસ સાપુતારા પી.એસ.આઈ કે.કે.ચૌધરીએ હાથ ધરી છે.