Charchapatra

એક કાર્ય બે પરિણામો

ગુજરાતમિત્રની તા ૦૧-૧૦-૨૦૨૫ની દર્પણ પૂર્તિમાં આનંદ ગાંધી દ્વારા લખાયેલ વીજળીનાં કાળનું જ્ઞાન આપતો ડેટા સેન્ટર વિષેના લેખ દ્વારા ઘણાએ કદાચ પહેલી વખત પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા થતા ઉપયોગ કે આ 24×365 આપણી પ્રવૃત્તિ ચાલુ રાખવા ડેટા સેન્ટરોમાં ખુબ જ મોટા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરવો પડે છે. હવે AIનાં દિવસોમાં આ વીજળી બેશક ખૂબ જ વધુ વપરાવાની છે. આનંદ ગાંધી જણાવે છે કે અમેરિકાના 3500 ડેટા સેન્ટરોમાં કુલ વીજળીના જથ્થામાંથી 2024 માં 5% જથ્થો વપરાયો હતો અને 2025માં ડેટા સેન્ટરોની સંખ્યા વધતા તે 5.5% અને 2026માં તે આંકડો 6.5% જેટલો થશે.

આજ પ્રમાણે એક અભ્યાસુનો લેખ વાંચતા જણાયું છે કે ડેટા સેન્ટરના એક મેગાવોટ ઉર્જાના વપરાશ માટે દર વર્ષે 26 મિલિયન લિટર પાણી વપરાય છે. આ હકીકતને કારણે યુકેમાં સરકારે લોકોને વિનંતિ કરી છે કે તેઓ જુના બિન જરૂરી ઈમેલ અને ફોટા ડિલીટ કરી નાંખે. ટૂંકમાં ડિજીટલ ડેટારૂપી કચરો વધુ એકઠો ન થાય તે માટે બિનજરૂરી ફોટોગ્રાફ્સ, ઈમેલ્સ કે વીડિયોઝ આવે ત્યારે શક્ય તેટલા અથવા તરત જ ડિલીટ કરી નાંખવા જોઈએ, જેથી આપણા એક કાર્ય દ્વારા આપણે વીજળી અને પાણી બચાવવા ખિસકોલી જેવું નાનું કાર્ય કરી શકીએ.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top