Gujarat

રિવરફ્ન્ટ પર દેશી સાથે વિદેશી પતંગબાજોની મોજ, ચામાચીડિયાં, પંખી આકારના પતંગો પવનમાં ચગ્યા

અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલની (International Kite Festival) ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્ચે આજરોજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2023નો આ કાઈટ ફેસ્ટિવલ G-20 સમિટની થીમ (G-20 Summit) પર આધારિત છે અને આજથી 14 જાન્યુઆરી સુધી ચાલશે. કાઈટ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના પતંગબાજો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે. અંદાજિત 56 દેશના પતંગબાજોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.

સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. કોરોનાકાળના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાઈટ ફેસ્ટિવલનો પ્રાંરભ થયો છે. આજથી એટલે કે 8 જાન્યુઆરીથી શરૂ થતા કાઈટ ફેસ્ટિવલમાં 56 દેશોના 150થી નધુ પતંગબાજો ભાગ લેવાના છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે વિવિધ પ્રકારના પતંગોનો નજરો આકાશમાં જોવા મળ્યા હતો. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવ્યા હતા. જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થયા હતા.

દેશ-વિદેશથી આવતા પતંગબાજોએ અલગ અલગ થીમ દ્વારા પતંગમહોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારે બેલારૂસ દેશથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્વમાં ભાગ લેવા માટે આવેલાં એન્જલિકાએ જણાવ્યું હતું કે આ મારો બીજો પતંગ મહોત્સવ છે, અમે પક્ષીઓની થીમ ઉપર પતંગ બનાવ્યો છે. હું બેલારૂસ દેશને આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં રિપ્રેઝન્ટ કરૂં છું.

તમને જણાવી દઈએ કે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા કાઈટ ફેસ્ટિવલ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. મળતી માહિતી 56 દેશોના 150 પતંગબજો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ભાગ લેશે. આ પતંગબાજો ગુજરાતનાં સુરત, સોમનાથ, વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, રાજકોટ, ધોલેરા, સફેદ રણ અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરફોર્મ કરશે. આ સાથે જ પતંગોનો ઈતિહાસ પણ આયોજિત સ્થળો પર પ્રદર્શિત કરવામાં આવશે. ગુજરાતમાં G-20ની ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે, ત્યારે કાઈટ ફેસ્ટિવલને G-20 થીમ સાથે જોડવામાં આવ્યો છે. આ કાઈટ ફેસ્ટિવલમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોના પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી હતી. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના માનનીય પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે, તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Most Popular

To Top