Vadodara

લોનના બહાને મેનેજર-એજન્ટે વારસીયાના વેપારીના રૂા.30 લાખ બારોબાર વગે કર્યાં

વડોદરા : રસુલાબાદા અને સયાજીગંજ એસબીઆઇ બેન્કના મેનેજર અને એજન્ટ દ્વારા વારસીયા રોડ પર રહેતા વેપારી પાસેથી મકાનના રિનોવેશનના નામે બોગસ દસ્તાવેજ ઉભા કરીને 30 લાખની લોન લઇ તેની રકમ બારોબાર સગેવગે કરી નાખી હતી.જેથી વેપારીએ બંને ઠગો મેનેજર અને એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વારસીયા રિંગ રોડ પર આવેલી અંજલી સોસાયટીમાં રહેતા હરીશકુમાર નાનકદાસ રૂપાણી છુટક અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. તેમનો રસુલાબાદ એસબીઆઇ બન્કના જે તે સમયના મેનેજર કુણાલ પરીખ અને એજન્ટ નરેન્દ્ર સાવંત સાથે સંપર્ક થયો હતો.

ત્યારે બંને જણા મીલીભગત કરીને વેપારી પાસેથી મકાનના રિનોવેશનના કાગળો માગ્યા હતા અને રિનોવેશનની લોનનું બેનંબર સેટિંગ કરી આપવાનું કહીને 30 લાખની લોન કરાવી લીધી હતી. પરુંત વેપારીને કોઇ પુરાવા આપ્યા ન હતા અને લોનની રકમ પણ તેમના ખાતામાં જમા થઇ ન હતી. બંને ભેજાબાજોએ વેપારીના નામની ખોટી સહી કરીને અને કોન્ટ્રાક્ટર પાસેથી મકાનનના બાંધકામ થયું હોવાનું લખાણ પણ કરાવ્યું હતું. જેથી મેનેજર કુણાલ પરીખ અને એજન્ટ નરેન્દ્ર સાવંતે વેપારીના નામે લીધેલી લોનના રૂપિયા 30 લાખ બારોબાર ચાઉ કરી નાખ્યા હતા. વેપારીએ સહી નહી કરી હોવા છતાં બંને ઠગો બોગસ ડોક્યુમેન્સ ઉભા કરીને તેમની સાથે છતરપિંડી આચરી હતી. જેની વેપારી દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં એસબીઆઇ બેન્ક મેનેજર કુણાલ પરીખ અને એજન્ટ નરેન્દ્ર સાવંત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

મેનેજર દ્વારા સયાજીગંજ SBI બ્રાન્ચમાં દસ્તાવેજોમાં ચેડાની ફરિયાદ થઇ હતી
રસુલાબાદ એસબીઆઇ બેન્કના જે તે સમયના મેનેજર કુણાલ પરીખે એજન્ટ નરેન્દ્ર સાવંત સાથે મળીને વેપારીનામે લીધી લોનના 30 લાખ ચાઉ કરી નાખ્યા હતા સયાજીગંજ એસબીઆઇ બ્રાન્ચ આવ્યા હતા ત્યાં પણ તેઓ પોતાના હરકતોથી વાજ આવ્યા ન હતા. અ્ને બેન્કોના દસ્તાવેજોમાં કે કાગળમાં ચેડા કરતા તેમની બદલી કરી દેવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેઓ દ્વારા રાજીનામું આપ્યાનુ જાણવા મળ્યુ છે.

ભેજાબાજોએ અનેક લોકોને લોન અપાવવાનું કહી કરોડો રૂપિયા ચાઉ કર્યાં
વડોદરા જિલ્લાના રસુલાબાદ, સાવલી મંજુસર એસબીઆઇ બેન્કમાંથી લોન અપાવવાનાને બહાને કરોડો રૂપિયાની રકમ સગેવગે કરી નાખી હોવાની માહિતી મળી રહી છે. તેમના બેન્કના જે તે સમયના મેનેજરની સાંઠગાંઠી અનેક લોકો પાસેથી તેમના મકાન પર લોન અપાવવાનું કહીને લોન મંજૂર કરાવતા હતા પરંતુ તેમને લોનની રકમ ન આપીને છેતરપિંડી કરી છે. અત્યાર સુધીમાં અનેક ગ્રાહકોના નામે બેન્કમાંથી કરોડો રૂપિયાની લોનનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે ઓછુ ભણતર ધરાવતા સરકારી કચેરીઓના વર્ગ -4ના કર્મચારીઓ સાથે ચિટિંગ કરવામાં આવતી હોય છે.
હાઇકોર્ટે હુકમ કર્યો હોવા છતાં FIR નોધવામાં વિલંબ કરવામાં આવ્યો હતો
અનાજ કરીયાણાના વેપારી સાથે લોનના નામે થયેલી 30 લાખની છેતરપિંડીમાં તેઓ વીરસાયા, વાઘોડિયા અને સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવા માટે જતા હદનો વિવાદ ઉભો કરીને પહેલા ફરિયાદ લેવામાં આવી ન હતી. જેથી તેઓએ કંટાળીને વર્ષ 2022 માં હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેથી કોર્ટમાં અરજદારના કેસમાં ફરીથી તપાસ કરી એફઆઇઆર દાખલ કરવા જણાવાયું હતું.

Most Popular

To Top