દાહોદ: ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પરથી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે એક યુવક પાસેથી ૧૦.૪૬ કિલોક ગ્રામ અંદાજે રૂા.૫૦ હજારની કિંમતનું બ્રાઉન સુગર સાથે ઝડપી પાડી તેની પુછપરછ કરતાં બ્રાઉન સુગર ગુજરાતના દાહોદ જિલ્લામાં આપવા માટે જઈ રહ્યો હોવાનો ઝડપાયેલ યુવકે ખુલાસો કરતાં દાહોદ જિલ્લામાં ક્યાંકને ક્યાંક આ કેસના તારો જાેડાયાં હોવાની ભારે ચર્ચાઓ સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ બ્રાઉન સુગરનો મોટા પાયે વેપલો થઈ રહ્યો હોવાની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા મધ્યપ્રદેશની આ ઘટનાને પગલે જિલ્લામાં આવા બ્રાઉન સુગરના માફિયાઓ સામે લગામ કસે તે અતિ આવશ્યક છે.
દાહોદ જિલ્લાની મધ્યપ્રદેશની મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલ ઈન્દૌર – અમદાવાદ નેશનલ હાઈવે પર મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસને મળેલ બાતમીના આધારે આ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઉભી હતી તે સમયે ત્યાંથી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના રાણપુર નગરના મહાત્મા ગાંધી રોડ તરફ રહેતો શાહીદ રાજાખાન નામક યુવકને મોટરસાઈકલ સાથે ઉભો રાખ્યાં હતો અને તેની પાસેની થેલીની તલાતી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આ થેલીમાંથી ૧૦.૪૬ કિલો ગ્રામ બ્રાઉન સુગર જેની કિંમત રૂા.અંદાજે ૫૦ હજારના આસપાસની ગણવામાં આવી રહી છે.
આ બ્રાઉન સુગરના જથ્થા સાથે ઉપરોક્ત યુવકને ઝાબુઆ જિલ્લાની પોલીસે ઝડપી પાડી તેને પોલીસ મથકે લઈ જઈ તેની સઘન પુછપરછ કરતાં, આ બ્રાઉન સુગર દાહોદ આપવા માટે જતો હતો તેવું ઝડપાયેલ શાહીદ રાજાખાને જણાવ્યું હતું.સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી મધ્યપ્રદેશની ઝાબુઆ જિલ્લાની પોલીસે દાહોદ સુધી આ બ્રાઉન સુગરનું કનેક્શન સામે આવતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ આવનાર દિવસોમાં મધ્યપ્રદેશની પોલીસના ધામા હશે તેમ કહીએ તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.
દાહોદ જિલ્લા પોલીસે પણ આ તરફ જિલ્લામાં આવા બ્રાઉન સુગર માફિયાઓ સામે લગામ કસવામાં આવે તે અતિઆવશ્યક બન્યું છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં બ્રાઉન સુગરનું કનેક્શન સામે આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. અનેક મોટા માથાઓ આ બ્રાઉન સુગરની હેરાફેરી તેમજ વેચાણમાં સંડોવણી હશે કે કેમ? તેની ઉપર પણ અનેક શંકા કુશંકાઓ થવા માંડી છે.
દાહોદ જિલ્લામાં શું ખરેખર બ્રાઉન સુગરનો વેપલો થતો હશે કે કેમ તે તરફ પણ પોલીસ તપાસ આરંભવામાં આવે તો મોટો ઘટસ્ફોટ સામે આવે તેમ છે. બ્રાઉન સુગર જેવા નસીલા પદાર્થની હેરાફેરી તેમજ વેચાણમાં ક્યાંક ને ક્યાંક દાહોદ જિલ્લો પણ સામેલ તો નહી હોયને તેવા સંકેતો મળી રહ્યાં છે ત્યારે મધ્યપ્રદેશની પોલીસ દ્વારા દાહોદ શહેર સહિત જિલ્લામાં આ કેસ સંબંધિ તારો જાેડાયેલા હોવાને કારણે મધ્યપ્રદેશ પોલીસ દાહોદ જિલ્લામાં પણ તપાસ અર્થે આવી શકે તેમ લાગી રહ્યું છે. દાહોદમાં આ યુવક કોને આ બ્રાઉન સુગર સપ્લાઈ કરવા આવ્યો હશે? તે પણ એક રહસ્ય બની રહ્યું છે અને હવે આ રહસ્ય ઉપરથી પડદો તો ત્યારે જ ઉચકાશે જ્યારે પોલીસ તપાસ થશે અને દાહોદમાં કોની સંડોવણી હશે તે બહાર આવશે.