ઉતરાયણના પવિત્ર પર્વ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ઉતરાયણના દિવસે ભગવાન જગન્નાથ મંદિરે દર્શન કરવા જતા હોય છે. આ વખતે પણ તેઓ પોતાના પરિવાર સાથે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરાયણના પર્વ પ્રસંગે અમદાવાદના જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શન કરીને ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગાય માતાની આરતી પણ ઉતારી હતી.
મુખ્યમંત્રીએ નારણપુરામાં પોતાના ભાઈના ઘરે ધાબા ઉપર પતંગ ચગાવી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉતરાયણના દિવસે નારણપુરા ખાતે પોતાના ભાઈના ઘરે જઈ ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી હતી. તેમજ મુખ્યપ્રધાને પ્રજાને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી.ઉત્તરાયણ પર્વના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથના દર્શન કરીને, તેઓ નારણપુરા ખાતે પોતાના ભાઈ કેતન પટેલના ઘરે ગયા હતા, અને પરિવાર સાથે ઉતરાયણની મજા માણી હતી