Gujarat Main

રક્ષાબંધનના પવિત્ર પર્વે બહેનોએ ગાંધીનગરમાં વિજય રૂપાણીને રાખડી બાંધી

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બહેનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાખડી બાંધી હતી. આ અવસરે મુખ્યમંત્રી રૂપાણીએ પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, “ગુજરાતની સેવા માટે બહેનોનાં આશીર્વાદ પ્રાપ્ત થતાં હું ધન્યતા અનુભવું છું.”

રૂપાણીએ આ પર્વની પૂર્વભૂમિકા આપતાં કહ્યું હતું કે, ભાઈ-બહેનના પવિત્ર સંબંધના આ પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેની રક્ષા અને પ્રગતિની કામના કરે છે. મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાખડી બાંધવા પહોંચી એ મુખ્યમંત્રીએ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળમાં ભારતીય તહેવારોની જન સહયોગથી ઉજવણીની પરંપરાનો શુભારંભ કર્યો હતો, જે આજે પણ જારી છે. મુખ્યમંત્રીએ આ અવસરે ગુજરાતમાં થયેલા વરસાદનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ પાવન પર્વે પ્રભુપ્રસાદ તરીકે થયેલા અમીછાંટણા ખેડૂતો અને મૂંગાં પશુઓ-પક્ષીઓને પણ રાહત આપશે.

Most Popular

To Top