સાયણ: (Sayan) ઓલપાડના (Olpad) અરિયાણા ગામે ફાર્મ હાઉસના (Farm House) બંગલામાં જુગાર રમતા પાલના જૈન સમાજના ૭ અને અન્ય ૨ ઈસમ મળી ૯ જુગારીને (Gambler) એલસીબીએ (LCB) ઝડપી લીધા હતા. મોટા ભાગના જુગારીઓ સુરત શહેરના પાલ વિસ્તારના રહીશો છે.
- અરિયાણામાં ફાર્મ હાઉસમાં જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી: 9 ઝડપાયા
- પોલીસે જુગારીઓને ઝડપી રૂ.૧૧.૨૯ લાખનો મુદ્દામાલ કબજે લીધો
સુરત જિલ્લા એલ.સી.બી. રવિવારે વહેલી સવારે ઓલપાડ પોલીસમથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અરિયાણામાં પલ ફાર્મ હાઉસના બંગલા નં.૭માં તીનપટ્ટીનો જુગાર રમાય છે. આથી પોલીસે સવારે ૬:૩૦ કલાકે રેઇડ કરતાં ૯ ઈસમ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ બનાવમાં પોલીસે જુગારીઓએ દાવ પર લગાવેલા રોકડા રૂ.૨૯,૮૮૦, અંગજડતીથી મળેલા રૂ.૮૯,૪૨૦, મોબાઈલ ફોન નંગ-૯, કિંમત રૂ.૨.૧૦ લાખ, બે કાર કિંમત રૂ.૮ લાખ મળી કુલ રૂ.૧૧,૨૯,૩૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ બાબતે એલ.સી.બી. શાખાના અહેકો.હરસુર નાનજીએ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. મોટા ભાગના જુગારીઓ સુરત શહેરના પાલ વિસ્તારના રહીશો છે.
જે પૈકી નરેશ ભવરલાલ જૈન (રહે., સી-૪૦૩, કુશલ વાટિકા), વિનોદ પ્રકાશચંદ્ર જૈન (રહે.,બી-૫૦૨, રિજેન્ટ રેસિડન્સી), અરવિંદ કેવલચંદ જૈન(રહે., એ-૬૦૨, રિજન્ટ રેસિડન્સી), કેતન ચીમનલાલ જૈન (રહે.,બી-૪૦૧, શીતલનાથ એપાર્ટમેન્ટ), પાલ વિસ્તારના રાજહંસના એલિટા બિલ્ડિંગમાં રહેતા આરોપીઓ પૈકી રણજીત શાંતિલાલ જૈન (સંઘવી) (રહે.,જી-૨૦૩, એકાઉન્ટન્ટનો ધંધો કરતા મેહુલ મહેન્દ્ર શાહ (રહે.,એચ-૭૦૨), બ્રોકરનો ધંધો કરતા હરીશ શાંતિલાલ જૈન (રહે.,એચ-૪૦૧), રાજેશ પારસમલ દેસાઇ (રહે.,એચ.૫૦૧) તથા મૂળ છોટા ઉદેપુરના કવાટ તાલુકાના મોગરા હોળી ફળિયાના વતની કુંભારિયા પુનિયા રાઠવા (હાલ રહે.,અરિયાણા, તા.ઓલપાડ) મળી કુલ ૯ જુગારીને પોલીસે દબોચી લીધા હતા.
જોળવાથી વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયા
પલસાણા: પલસાણા પોલીસે બાતમીના આધારે જોળવાથી બાતમીના આધારે શંકાસ્પદ ઇસમને ઝડપી ઇ.ગુજકોપ એપમાં તપાસ કરતા ઝડપાયેલો ઈસમ ખેડાના અને રાજકોટના બે પોલીસમથકના વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. પલસાણા પોલીસ જોળવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે જોળવાથી હલધરુ જતા રસ્તા પરથી એક શંકાસ્પદ ઇસમને ઝડપી પોલીસમથકે લાવી ઇ-ગુજકોપ એપમાં ફોટોના આધારે તપાસ કરતાં ઝડપાયેલો ઈસમ જગન્નાથ ઉર્ફે આસુ પાંડુરંગ પાટીલ (રહે.,આરાધના, ડ્રિમ સિટી વિભાગ-3, જોળવા, તા.પલસાણા, મૂળ-પચોરા, જલગાંવ, મહારાષ્ટ્ર) ખેડા જિલ્લામાં લિબાસી પોલીસમથકમાં રાજકોટ ગ્રામ્યમાં કોટડા સાગણી પોલીસમાં વિદેશી દારૂની હેરફેરના ગુનામાં નાસતો ફરતો હોવાની હકીકત બહાર આવી હતી.