ઓલપાડ-સરસ રોડ (Olpad Saras Road) પર આવેલી એક કંપનીમાં મંગળવારે ભીષણ આગ (Fire) લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો 10 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી. જે કંપનીમાં આગ લાગી તે ઓઈલ પ્રોસેસ કરતી હોવાનું હાલ જાણવા મળ્યું છે. આગનો કોલ મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
ઓલપાસ-સરસ રોડ પર આવેલ શ્યામ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં મંગળવાર બપોરે ભીષણ આગ લગવાનો બનાવ બન્યો હતો. સ્યામ એન્ટર પ્રાઈઝ કંપનીમાં ઓઇલ પ્રોસેસ કરતી હોવાનું હાલ જાણવા મળ્યું છે. આગની જાણકારી મળતા જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની માહિતી મળતી ઓલપાડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી આગમાં કોઈની જાનહાનિ કે ઘાયલ થવા અંગેના કોઈ સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજી અકબંધ છે.
બપોરના ધોમધખતા તાપમાં આગ લાગવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડો એટલો હતો કે ફાયરના જવાનોને પણ કામગીરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે 10 કિલોમીટર દૂર સુધી આગનો ધુમાડો દેખાયો હતો.