આજે સવારે અખબારોમાં મુખ્ય મથાળું જોયું: ન્યાયાધીશોની નિમણૂકમાં કેન્દ્રનું મૌન વખોડપાત્ર: સુપ્રીમ કોર્ટ
હેવાલમાં જણાવાયું હતું કે સરકારે ન્યાયતંત્રે પસંદ કરેલી વ્યકિતઓની નિમણૂક પણ નથી કરી કે કંઇ ફોડ પાડયો નથી.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે બેંચ માટે પ્રખર વ્યકિતને નિમંત્રિત કરવાનું કામ કરાવવાનો પડકાર છે અને સરકારનું વર્તન આવી વ્યકિતઓ હતોત્સાહ થાય તેવું છે. મારા એક મિત્ર છે, જેને તાજેતરમાં આવો અનુભવ થયો અને તેઓ શાખ પૂરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સમાપન કર્યું કે ન્યાયાધીશોનાં નામ કોઇ પણ જાતના ખુલાસા વગર મહિનાઓ સુધી દબાવી રાખવાના સરકારના વલણથી તો કાયદાના અને ન્યાયતંત્ર શાસનને જફા પહોંચશે.
સાચી વાત છે. મારા ઘરની નજીક મદ્રાસ એપર્સ રેજિમેન્ટ છે. તેના પર સંખ્યા લખી છે: ૧૭૮૦. આ વર્ષની ત્રીજી સપ્ટેમ્બરે આ રેજિમેન્ટની સ્થાપના થઇ હતી. ૨૪૨ વર્ષ પહેલાં આખા ઉપખંડમાં આટલી જૂની કોઇ સરકારી સંસ્થા નથી. કારણ એ છે કે લશ્કર આટલો લાંબો સમય જળવાઇ રહ્યું, અલબત્ત તે કાર્યદક્ષ છે. આ વર્ષે આ બે સદીથી ય વધુ જૂના લશ્કરમાં ભરતીની પધ્ધતિ બદલાઇ. હવેથી જવાનોની કુલ સંખ્યા ચાર વર્ષ પછી નિવૃત્ત થશે. તેમને છ માસની તાલીમ આપી રાષ્ટ્રે લાખ્ખો ડોલરના ખર્ચે ખરીદેલાં સાધનો ચલાવવા અપાશે.
એક નિવૃત્ત જનરલે કહ્યું કે સરકાર લશ્કરની રેજિમેન્ટ સિસ્ટમને મારી નાંખવા માંગે છે. સબકા નામ સબકા વિકાસના અમલથી ‘નામ, નમક ઔર નિશાન’નાં શસ્ત્રો અને કમાંડર શિપરના આધારને તે ખતમ કરવા માંગે છે.
તો હવે રાજપુત રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ કે શિખ રેજિમેન્ટ જેવી ચોકકસ રેજિમેન્ટને શું કહેવાનું? સૈનિકોને પોલીસ જેવું કામ આપી નંબર અપાશે કે આવકાર રેજિમેન્ટ, મંગલ પાંડે રેજિમેન્ટ કે દીનદયાળ રેજિમેન્ટ જેવાં નામ અપાશે? વ્હોટસએપ પર આવી ગપસપ ચાલે જ છે.
સેના, નૌકાદળ અને હવાઇ દળ આ તમામમાં નવી યોજના અમલમાં આવશે પણ તેની પાછળ શું તર્ક છે તે હજી સમજાવાયો નથી. એવી ગુસપુસ ચાલે છે કે સરકાર આ કામ કરે છે કારણ કે તેને પેન્શનનો ખર્ચ પોષાતો નથી. પણ સત્તાવાર રીતે આ વાતનો સ્વીકાર થતો નથી. આપણે એક એવી સંસ્થા સાથે છેડછાડ કરી રહ્યા છે, જેની એક ચોકકસ હેતુ સાથે રચના થઇ હતી અને બે સદીથી વધુ સમયથી તે પોતાનો હેતુ સિધ્ધ કરી રહ્યા છે અને આપણે પણ છેડછાડ શું કામ કરી રહ્યા છીએ તે જ ખબર નથી પડતી. ભારતની આંકડા સંસ્થાની હવે વાત કરી છે. સરકારની એક ઝવેરાત જેવી આ સંસ્થા છે. નેહરુએ સ્થાપેલી આ સંસ્થા નકકર અને ભરોસાપાત્ર હોવાની પ્રતિષ્ઠા ધરાવે છે. ૨૦૧૯ માં ચૂંટણી પહેલાં નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા જાહેર કરાયું હતું કે ઇતિહાસમાં પહેલી વાર ભારતમાં રોજગારીનું પ્રમાણ બમણાથી વધારે થઇ ગયું છે. 2.2 ટકા પરથી તે કૂદીને 6.2થી વધુ થયું છે.
આ હેવાલ દબાવી રાખવામાં આવ્યો અને સંસદને પણ નહીં અપાયો. નોટબંધી પછી સરકારી સંસ્થા દ્વારા આ પહેલી વાર મોજણી કરાઇ હતી. નેશનલ સ્ટેટિસ્ટીકલ કમિશનના વચગાળાના અધ્યક્ષ સહિત બે સભ્યોએ રાજીનામાં આપ્યાં અને કહ્યું કે અમારા પંચની મંજૂરી છતાં સરકારે હેવાલ દબાવી રાખ્યો છે. સરકારના પોતાના હેવાલને જ ખોટો ઠેરવવા નીતિ આયોગને મોકલવામાં આવ્યું પણ 2019ના પરિણામ પછી તે હેવાલ ફેરફાર વગર રજૂ થયો હતો. 2017ના જુલાઇથી 2018ના જૂન સુધીના ગાળામાં થયેલ મોજણીમાં એવું જણાયું હતું કે સરેરાશ ભારતીયના માસિક ખર્ચમાં 2012ની સરખામણીમાં ઘટાડો થયો છે. ફુગાવાને ધ્યાનમાં લઇએ તો સરેરાશ 1501થી ઘટી 1446 રૂપિયા પર આવી ગઇ અને છેલ્લાં 50 વર્ષોમાં ઉપભોગ ઘટયો હોવાની કોઇ ઘટના બની નથી પણ આ ઘટાડો કમમાં કમ 10 ટકાનો વધારો બતાવે છે.
હેવાલમાં સૌથી ચિંતાજનક બાબત ખોરાકમાં ઘટાડાની હતી. શહેરી ભારતીય 2018માં ખોરાક પાછળ વ્યકિત દીઠ 946 રૂપિયાનો ખર્ચ કરતો હતો જે 2012માં 943 રૂપિયા હતો. ગ્રામીણ નાગરિક વ્યકિત દીઠ રૂા. 580નો ખર્ચ પેટ ભરવા માટે કરતી હતી, જે 2012માં રૂા. 643 હતો. ભારત સામાન્ય રીતે ઉપભોગમાં વર્ષે 3 ટકાનો સરેરાશ વધારો બતાવે છે, પણ છેલ્લાં છ વર્ષમાં 20 ટકાનો ઘટાડો થયો છે! તેમાંથી વિકાસનાં વર્ષોની બાદબાકી કરો. આ હેવાલને રજૂ કરવાની મંજૂરીના 19 જુલાઇ 2019ના દિને એક સમિતિએ મંજૂરી આપી હતી, પણ બેરોજગારીના હેવાલની જેમ આ હેવાલ દબાવી દેવામાં આવ્યો.
ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકારે આ હેવાલ જાહેર કરવા કહ્યું હતું, છતાં સરકાર તેમને પણ ઘોળીને પી ગઇ!
નોટબંધી માટે સરકારે પૂછયું ત્યારે રીઝર્વ બેંકે સરકારને ચોખ્ખું કહ્યું કે આ યોજના ખરાબ છે અને તેનો અમલ થવો જોઇએ નહીં અને મોટા ભાગના કાળાં નાણાં જમીન કે સોનામાં રોકવામાં આવ્યા છે, રોકડમાં નહીં અને નોટબંધીથી કાળાં નાણાંને ડામવામાં કંઇ નહીં વળે. વળી નોટબંધીથી એકંદર ઘરેલુ પેદાશ પર અવળી અસર થશે તેમજ રૂા. 18 લાખ કરોડનું ચલણ ફરતું હોય ત્યાં રૂા. 400 કરોડનું બનાવટી ચલણ 0.02 ટકા જ કહેવાય અને તેનું કુલ ચલણમાં કંઇ મહત્ત્વ નથી. નોટબંધી પર દેખરેખ રાખનાર અમલદાર આજે રીઝર્વ બેંકનો ગવર્નર છે. મારે એ જ કહેવું છે કે આપણી લોકશાહીની મુખ્ય સંસ્થાઓને લગભગ કોઇના પણ પ્રતિકાર વિના તડકે મૂકવામાં આવે છે. ભગવાન જાણે હવે શું થશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.