વડોદરા: વડોદરા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાની યોગ્ય સ્થાન આપવાની માંગ સાથે દલિત યુવાન દ્વારા શરૂ કરાયેલ ધરણા પ્રદર્શન બાદ ત્રીજા દિવસે શહેર કોંગ્રેસ પણ શહેરની પ્રતિમાઓની સાર સંભાળ મામલે મેદાનમાં આવી હતી. ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ ભારત દેશના નાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામજીની પ્રતિમા હાલમાં અવાવરી જગ્યામાં પડી રહી છે.જેને કારણે પ્રજાની તેમજ સમાજની લાગણી દુભાઈ છે.જે સંદર્ભે શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન છેડાયું હતું.
અગાઉ પણ કોંગ્રેસ દ્વારા તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી પ્રતિમાઓને શહેરમાં મોકાની જગ્યા ઉપર મૂકવામાં આવી નથી. આઝાદ ભારત બનાવવા માટે જે મહાનુભાવોનો સિંહ ફાળો રહ્યો હતો અને માટે જ તેમની પ્રતિમા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મૂકવામાં આવી છે.પરંતુ તેઓની પ્રતિમાની સાર સંભાળ નહીં રખાતા પ્રતિમાઓની હાલત થઈ ગયું છે.ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષે નેતા પૂર્વક પક્ષી નેતા સહિત કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની છબી સાથે પાલિકાની કચેરીમાં પહોંચી ઉગ્ર સૂત્રોચાર કરી વિરોધ દર્શાવ્યો હતો.
પ્રતિમાઓ સન્માનજનક સ્થળે મૂકાય
અમારી માંગણી એવી છે.આ બંને નેતાઓની પ્રતિમા સન્માન જનક સ્થળ ઉપર મૂકવામાં આવે.આ બધા લોકોની લાગણી દુભાય છે જેના કારણે કોંગ્રેસ પક્ષે રજૂઆત કરી છે આ સિવાય શહેરમાં બીજી મહાન વિભૂતિઓની જે પ્રતિમા બનાવી છે એ તમામ પ્રતિમાઓની સાર સંભાળ લેવી જોઈએ તેવી અમે લેખિતમાં રજૂઆત કરી છે. – શહેર પ્રમુખ, કોંગ્રેસ