SURAT

હવે ટ્રેનનું લોકેશન મળશે માત્ર 30 સેકેન્ડમાં, આ સિસ્ટમ ઉભી કરાશે

સુરત(Surat) : રેલવે(Railway) આવતા છ મહિનામાં દેશ(country)ના તમામ રેલવે એન્જિનો(Railway engine)ને સેટેલાઇટ(Satellite) સાથે જોડી દેશે. તેમાં રેલવે એન્જિનની ઓનલાઇન(Online) એપ્લિકેશન (Application) મારફત દર 30 સેકન્ડે લોકેશન જાણી શકાશે. આ લોકેશનથી જે તે ટ્રેનની એકચ્યુલ પોઝિશન જાણી શકાશે કે ટ્રેન કયારે રેલવે સ્ટેશન ઉપર પહોંચશે. ટ્રેનનું રનિંગ સ્ટેટસની ટેકનોલેજી સેટેલાઇટ લિંકથી અપડેટ કરી દેવાશે. હાલમાં 2700 એન્જિનો સાથે આ સિસ્ટમ એક્ટિવ કરી દેવામાં આવી છે.

  • હવે રેલવેના 6700 એન્જિન સેટેલાઇટ સાથે લિંક કરાશે
  • દર 30 સેકન્ડે મળશે લાઇવ લોકેશન, માનવીય દેખરેખની હવે જરૂર રહેશે નહીં

રીયલ ટાઇમ ટ્રેન ઇન્ફોર્મેશન સિસ્ટમમાં આ આરટીઆઇએસ સિસ્ટમનો ફાયદો એ છે કે તેની ઉપર કોઇ માનવીય નજર રાખવાની જરૂર રહેશે નહીં. દરમિયાન ટ્રેનની એકચ્યુલ પોઝિસન ઓન લાઇનથી પણ જાણી શકાશે. હાલમાં વિદેશમાં આ સિસ્ટમ અમલમાં છે. તેમાં હવે ભારતનો પણ સમાવેશ થઇ ચૂકયો છે. હાલમા દેશમાં પચાસ ટકા ટ્રેનોમાં આ સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે. આવનારા દિવસોમાં રેલવેની આખી વર્ષો જૂની સિસ્ટમમાં તબદીલ કરવા માટે રેલવે વિભાગ સક્રિય થયો છે.

25 હજાર ઉમેદવારો 16મીએ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા આપશે
સુરત: ગુજરાત જાહેર સેવા આયોગ નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા આગામી 16 ઓક્ટોબરે યોજાનારી છે. જે પરીક્ષામાં 25,200 ઉમેદવારો હાજર રહેનારા છે. પરીક્ષા શાંત માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી 16 ઓક્ટોબર, 2022ના રવિવારે નાયબ સેક્શન અધિકારી વર્ગ-3ની પરીક્ષા યોજાનાર છે. શહેરના 95 કેન્દ્રના 1,050 બ્લોકમાં 25,200 ઉમેદવારો હાજર રહેનારા છે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે સુરત પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી હોવાની વાત જાણવા મળી છે. પરીક્ષા કેન્દ્રો તથા સ્ટ્રોંગ રૂમના 100 મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. પરીક્ષા કેન્દ્રના 100 મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યકિતઓએ ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ ઝેરોક્ષ સેન્ટરો શરૂ કરવા અને પરીક્ષા કેન્દ્રની આસપાસ વાહનો ઉભા રાખવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રની બિલ્ડિંગમાં કોઈ પણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારી(સરકારી કર્મચારી સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિકસ ડિવાઈસ, કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા કે લાવવા ઉપર પણ મનાઇ ફરમાવવામાં આવી છે.

Most Popular

To Top