લોકશાહીમાં વિપક્ષો, મજબૂત વિપક્ષો જરૂરી છે પણ આખા દેશમાં એકચક્રી શાસન ઇચ્છતો પક્ષ સામે ચાલીને તો કોઇ વિપક્ષને શું કામ જીતાડે યા હોય તો તેને મજબૂત કરે? પોતાનામાં હોય તો તાકાત દેખાડે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ તૃણમૂલ કોંગ્રેસ વડે તાકાત દેખાડી તેમ બધા વિપક્ષો પણ કરી શકે પણ સત્તા પક્ષ તેમની પર દયા તો કેવી રીતે રાખી શકે? સત્તાકારણ તો સત્તાકારણ છે અને આ મોદી સમય છે. જે પક્ષ સાવધાન ન રહેશે તે ગયો સમજો. મોદીમાં એક ભયાનક સત્તાઝનૂન છે અને એકચક્રી શાસનની આગ છે. તેઓ પાસે દરેક રાજય માટેના વ્યૂહ છે અને તેઓ સંજોગ આવે ત્યારે નહીં બલ્કે સંજોગ ઊભા કરીને પોતાની તાકાત દેખાડે છે.
જમ્મુ-કાશ્મીરના રાજકારણને તેમણે સાવ નવા જ સ્તરે મૂકી દીધું છે અને દક્ષિણનાં રાજયો પણ બચવાના નથી. રાજસ્થાનમાં હમણાં અદાણી મોટા પ્રોજેકટ સાથે ચર્ચાયા. તે ત્યાંના રાજકારણમાં શું પરિણામ લાવે તેની રાહ જોજો. ગેહલોતે કોંગ્રેસના પ્રમુખ થવામાં રાજય સત્તા બાબતે ય પોતાની તાકાત બતાવવાની ગુસ્તાખી કરી તેથી કેન્દ્રીય કોંગ્રેસનો ભરોસો ગુમાવ્યો છે અને ત્યાં સચિન પાઇલટ મોટું પરિબળ છે જે કોંગ્રેસમાં જ સામસામે છે. બિહારમાં નિતીશકુમાર ભલે લાલુના પુત્ર સાથે નવા સોગઠાં ગોઠવતા હોય પણ ચૂંટણી પહેલાં તેમને પડકારોનો સામનો કરવો પડશે. મોદી કોઇને ભૂલતા નથી.
મહારાષ્ટ્રનો દાખલો જ જોઇ લો. ઉધ્ધવ ઠાકરેએ ભાજપ સાથે દગાખોરી કરી અને શરદ પવાર, કોંગ્રેસ સાથે હાથ મીલાવી રાજયની સત્તા મેળવી પણ અત્યારે એવા બૂરા હાલ છે કે તેમની પાસે નથી બાળાસાહેબ ઠાકરેની ‘શિવસેના’ કે નથી એ ત્રાડ પાડતા વાઘનું પ્રતીક. બાળાસાહેબની દશેરા રેલી ઉધ્ધવ આગળ વધારવા ગયા તો તેમાંય હવે એ જગ્યાએ તેજ નથી રહ્યું. શિવસેના મહારાષ્ટ્રથી વધુ મુંબઇની પાર્ટી હતી અને દાયકાઓ સુધી તેનો ધાક રહ્યો. બીજા પક્ષો હંમેશા શિવસેનાથી ફફડતા કારણ કે ઠાકરેના રાજકારણમાં એક એવી દબંગાઇ હતી કે જેમાં પ્રચલિત નિયમો ચાલતા ન હતા.
બાળાસાહેબ ઠાકરે પ્રકારનું રાજકારણ ફકત તેમના વડે જ શકય હતું. તે યોગ્ય હતું કે અયોગ્ય તે જવા દો, પણ પક્ષ સંચાલનની એ રીત ઉધ્ધવથી આગળ વધારી શકાય તેમ ન હતી. પેલા રાજ ઠાકરેમાં એવાં લક્ષણ જરૂર હતાં પણ તે બાળાસાહેબના પુત્ર ન હતા અને મૂળ શિવસૈનિકો ઉધ્ધવના પડખે રહ્યા હતા. તેમણે ગઇ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી મોટી ભૂલ કરી તે હવે બરાબર સમજાતી હશે. હવે આખેઆખી શિવસેના જ ગાયબ છે કારણ કે શિંદે ભલે બાળાસાહેબના માર્ગની વાત કરે છે પણ હવે બાળાસાહેબ નથી તો તે શિવસેના અને તે માર્ગ પણ નથી. શિંદે એક નવું રાજકીય પરિબળ છે જે ભાજપના સાથથી ખોંખારી શકે છે ને ઉધ્ધવ સામે ખોંખારે ત્યારે તે ત્રાડ બની જાય છે.
હવે એકનાથ શિંદેનું જૂઠ ‘બાળાસાહેબ શિવસેના’ તરીકે આધિકારિક રીતે ઓળખાશે ને તેમની પાસે બે તલવાર અને એક ઢાલનું પ્રતીક છે. મહારાષ્ટ્રની મરાઠા માનસિકતાને હજુ ય જૂનો રાજકીય ઇતિહાસ પ્રભાવિત કરે છે એટલે આવાં પ્રતીક તેમને મદદ કરી શકે. તલવાર-ઢાલ મરાઠા શૌર્યના પ્રતીક સમાં છે. તો અંધેરી પૂર્વના ઉપચૂંટણીમાં હવે ‘બાલાસાહેબાંચી શિવસેના’ પાસે બે તલવાર ને એક ઢાલ છે તો સામે ઉધ્ધવ ઠાકરે ‘શિવસેના-ઉધ્ધવ બાલાસાહેબ ઠાકરે’ પક્ષનામ સાથે મશાલના પ્રતીકથી ચૂંટણી લડશે. શિવસેનાનું મૂળ પ્રતીક પણછ અને તીર હતું અને તેની નજીક તો શિંદેનું જૂથ જ છે. વાત એટલી જ છે કે ઉધ્ધવ ઠાકરે અને તેઓ જે શિવસેના સાથે વિજયી મુદ્રામાં ફરતા હતા તે હવે ભૂતકાળ છે અને તેમાં કમાલ ભાજપના વ્યૂહકારોની છે. મુંબઇ પર ને મહારાષ્ટ્ર રાજકારણ પર શિવસેનાની હાક વાગતી હતી તે ભૂતકાળ છે.
ભાજપના વ્યૂહકારો કોઇ પણ પ્રતિપક્ષને શા માટે જીવતદાન આપે? સત્તાના રાજકારણમાં ઉદાર ન જ બની શકાય. ઉધ્ધવે જોર લગાડવું હોય તો લગાડી જુએ. પણ બધા કાંઇ મમતા બેનરજી ન બની શકે. નીતીશકુમાર પણ ઘટતી તાકાત વચ્ચે વર્ચસ્વ માટે હોડ બકી રહ્યા છે. જે પક્ષોએ પલટવાર કરવો હોય તે કરે, મોદીના નેતૃત્વવાળા ભાજપ પાસે કેન્દ્રની સત્તા છે અને સતત વિચારાતા તીખા વ્યૂહો છે. ઉધ્ધવે તો તેમના પુત્ર માટે વારસાઇ પાકી કરી રહ્યા હતા પણ હવે પોતાની પાસે જ બેસવાની જગ્યા નથી તો વારસો વળી શું? લોકસભાની ચૂંટણી સુધીમાં આવા ઘણા રાજકીય ખેલ જોવા મળશે. નૈતિકતાના રાજકારણના દિવસોને હવે આદર્શ માનજો. એવું કાંઇ નથી હોતું. જે રણમાં જીતે તે શૂર! બધું ચાલશે બસ, સત્તા આપણી પાસે હોવી જોઇએ. અત્યારની ભાજપાનો આ સ્વીકૃત નિયમ છે. સત્તા એ જ નિયમ. જે વિપક્ષ આ નહીં સમજે તેના માટે આવનારા દિવસો કપરા છે.
બકુલ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે