SURAT

આદેશ: નવા એડમિશન થાય નહીં ત્યાં સુધી PG મેડિકલના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને કોવિડની ડ્યુટીમાંથી છુટા કરવા નહીં

surat : દેશની મેડિકલ કોલેજો ( medical college) નું નિયમન કરતા નેશનલ મેડિકલ કમિશન ( national medical commission) એ પીજીના નવા એડમિશન નહિં થાય ત્યાં સુધી હોસ્પિટલ્સમાં ફરજ બજાવતા પીજીના ફાયનલ યરના જુનિયર ડોકટરને છુટા નહિં કરવા ફરમાન કર્યું છે.દેશભરની મેડિકલ કોલેજમાં મેડિકલ એજયુકેશનના રૂલ્સ રેગ્યલેશન્સનું પાલન કરાવતા નેશનલ મેડિકલ કમિશનએ તાજેતરમાં મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા વીર નર્મદ યુનિ.ના મેડિસિન ફેક્લ્ટીના સેનેટ સદસ્ય ડો.વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશને દેશભરમાં ચાલતી સેન્ટ્રલ/ સ્ટેટ તેમજ યુનિયન ટેરેટરી વિસ્તારની તમામ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓને પીજીના અંતિમ વરસના ઉમેદવારોને આગામી મે મહિનામાં છુટા નહિં કરવા આદેશ કર્યો છે.

સામાન્ય રીતે પીજીના અંતિમ વર્ષ એટલે કે આર-3ની ટર્મ મે મહિનામાં સમાપ્ત થાય છે. પરંતુ આ વર્ષે પીજી નીટની એન્ટ્રન્સ ટેસ્ટ લંબાઇ હોવાં સાથે પ્રવેશ પણ મોડા થશે તેવા સંજોગોમાં નવા ડોકટર એટલે કે આર-1 મળે તે પહેલા આર-3ને છુટા કરાશે નહિં, કેમ કે હાલ દેશભરમાં મેડિકલ ઇમરજન્સી છે. કોરોનાને લીધે તમામ ડોકટર કોવિડ ડયુટી ( covid duty) ઉપર છે. જેથી આ ડયુટીને અસર નહીં થાય અને લોકોને પણ હાલાકી ન પડે તે માટે સરકારે આ નિર્ણય કર્યો છે. ગયા વરસે પણ દેશભરની મેડિકલ કોલેજોમાં પીજીના અંતિમ વર્ષના ડોકટર્સને છુટા નહોતા કરાયા, કદાચ આ વરસે પણ ગયા વરસની સ્થિતિનું પુનરાવર્તન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે પીજીના નવા એડમિશન નહીં થાય ત્યાં સુધી હોસ્પિટલમાં ફરજ બજાવતા આર-3ને સ્ટાઇપેન્ડના તમામ લાભો પણ મળશે.


દેશભરની મેડિકલ કોલેજોના ઇમરજન્સી મેડિસિન વિભાગને ( medicine department) બેડ સાથે ઓકિસજન સપ્લાય સિસ્ટમ છ મહિનામાં તૈયાર કરવા આદેશ

નેશનલ મેડિકલ કમિશને આજે બહાર પાડેલા બે મહત્વના ફરમાન અંગે વાતચીત કરતા નર્મદ યુનિ.ના મેડિસિન ફેક્લ્ટીના સેનેટ સદસ્ય ડો.વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દેશભરની મેડિકલ કોલેજોને ઓકિસજન ટેન્ક તૈયાર કરવા માટે આદેશ અપાયો છે. ખાસ કરીને જે તે હોસ્પિટલ્સ એટેચ્ડ મેડિકલ કોલેજ હશે તેમના ઇમરજન્સી મેડિસિન વિભાગના તાબા હેઠળ દરેક બેડ ઉપર ઓકિસજન સપ્લાય થાય તેવી વ્યવસ્થા સાથે સેટઅપ ગોઠવવી પડશે આગામી છ મહિનામાં આ વ્યવસ્થા કરી વેરિફાય પણ કરાશે

Most Popular

To Top