નવી દિલ્હી: રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે હવે કોરિયન પેનિનસુલામાં યુદ્ધનો (Korea War) ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તર કોરિયાએ (North Korea) જાપાન (Japan) ઉપરથી પ્રશાંત મહાસાગરમાં (Pacific Sea) મિસાઈલ છોડી (Filled Missile) હતી. ગઈકાલે તેણે દક્ષિણ કોરિયાના (South Korea) વિવાદિત વિસ્તારમાં અનેક મિસાઈલો છોડી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ પણ જવાબી મિસાઈલો છોડી હતી. તેને જોતા જાપાનમાં એલર્ટ (Alert In Japan) જારી કરવામાં આવ્યું છે.
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચેનો તણાવ યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ઉનના આદેશ પર બુધવારે દક્ષિણ કોરિયાના વિવાદિત દરિયાઈ વિસ્તારમાં મિસાઈલ છોડવામાં આવ્યા બાદ કોરિયન દ્વીપકલ્પ પર તણાવ વધી ગયો છે. ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી બેલેસ્ટિક મિસાઈલ જાપાનની ઉપરથી પસાર થઈને પેસિફિક મહાસાગર તરફ પ્રયાણ કરતાં તણાવ વધી ગયો હતો. તેને જોતા જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાના કાર્યાલયે ઈમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે.
જાપાને નાગરિકોને બંકરોમાં છુપાઈ જવાની સૂચના આપી
ઉત્તર કોરિયા દ્વારા વારંવાર મિસાઈલ છોડવામાં આવ્યા બાદ જાપાને તેના કેટલાક વિસ્તારોમાં નાગરિકોને બંકરોમાં છુપાઈ જવા સૂચના આપી છે. જાપાન સરકારે ‘J વોર્નિંગ’ જાહેર કરી છે. આ ચેતવણી ગંભીર પરિસ્થિતિઓમાં જારી કરવામાં આવે છે.
દક્ષિણ કોરિયાએ 23 મિસાઈલોના જવાબમાં ત્રણ મિસાઈલો છોડી હતી
બુધવારે ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા તરફ 23 મિસાઈલો છોડી હતી. દક્ષિણ કોરિયાના સમુદ્ર વિસ્તારની નજીક એક મિસાઈલ પડી હતી. તેના જવાબમાં દક્ષિણ કોરિયાએ પણ તેના ફાઈટર પ્લેનથી ઉત્તર કોરિયા તરફ ત્રણ મિસાઈલો છોડી હતી.
દક્ષિણ કોરિયાએ ફાઇટર પ્લેન સાથે જવાબ આપ્યો
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે કહ્યું કે ઉત્તર કોરિયાએ આ કાર્યવાહીની કિંમત ચૂકવવી પડશે. બંને દેશોનું વિભાજન 1945માં શરૂ થયું હતું, ત્યારબાદ પહેલીવાર વિવાદિત વિસ્તારમાં મિસાઈલ છોડવામાં આવી હતી. ઉત્તર કોરિયાએ પહેલીવાર એક જ દિવસમાં આટલી મિસાઈલો છોડી છે. દક્ષિણ કોરિયાના લડાકુ વિમાનોએ પણ હવાથી સપાટી પર માર મારતી મિસાઇલો છોડી હતી. તેમાં યુએસની મિસાઇલોનો સમાવેશ થાય છે, જે 360 કિલો વિસ્ફોટક સાથે 270 કિમી સુધી પ્રહાર કરી શકે છે.
ઉત્તર કોરિયાએ કહ્યું- આ છે ‘જાગ્રત સ્ટ્રોમ ઓપરેશન’નો જવાબ
ઉત્તર કોરિયાની સત્તાધારી વર્કર્સ પાર્ટીની સેન્ટ્રલ કમિટીના સેક્રેટરી પાક જોંગ ચોંગે જણાવ્યું હતું કે આ મિસાઇલો દક્ષિણ કોરિયા અને તેના સહયોગીઓ દ્વારા કરવામાં આવેલા સૈન્ય અભ્યાસનો જવાબ છે. કવાયત અને તેમાં સામેલ લડવૈયાઓનું લક્ષ્ય ઉત્તર કોરિયા હતું. 90ના દાયકામાં ઈરાકમાં અમેરિકી સૈન્ય ઓપરેશન ‘ડેઝર્ટ સ્ટોર્મ’થી પ્રભાવિત થઈને તેનું નામ ‘વિજિલન્ટ સ્ટોર્મ’ રાખવામાં આવ્યું હતું.
અમેરિકાએ ‘વિજિલન્ટ સ્ટોર્મ’નો બચાવ કર્યો
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઉત્તર કોરિયાના મિસાઈલ લોન્ચની નિંદા કરી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી પાર્ક જિન સાથેની ફોન વાતચીતમાં વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેને લશ્કરી ઉશ્કેરણીનું ગંભીર કૃત્ય ગણાવ્યું હતું. અગાઉ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે વિજિલેન્ટ સ્ટોર્મ ઓપરેશન સંપૂર્ણપણે રક્ષણાત્મક કવાયત હતી. આમાં ઉત્તર કોરિયા પ્રત્યે કોઈ દુશ્મનાવટ નહોતી.