નવી દિલ્હી: ક્રિકેટર અને કલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના કેપ્ટન નિતીશ રાણા (Nitish Rana)ની પત્ની સાચી મારવાહ (Saachi Marwah) ને દિલ્હીમાં એક દુ:ખદ સ્થિતિનો અનુભવ થયો. જ્યારે બે યુવકોએ તેમની કારની પાછળ આવવાનું શરૂ કરી દીધુ હતું અને કોઈ કારણ વગર જ ટક્કર મારી દીધી હતી. સાચીએ આ ઘટનાને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે સમાચાર છે કે આ મામલામાં દિલ્હી પોલીસે (Delhi Police) બંન્ને આરોપીઓની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસે 354, 354D સહિત અન્ય ધારાઓ સાથે કેસ નોંધ્યો છે. આ મામલામાં દિલ્હી પોલીસને મેલમાં ફરિયાદ મળી હતી. આ ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે ‘જ્યારે તે મોડલ ટાઉન પોતાના ઘરે જઈ રહી હતી. ત્યારે કીર્તિ નગર પાસે બે યુવકોએ સ્ટોક કર્યુ. આ દરમિયાન તેમની ગાડી પર પણ યુવકોએ હાથ પણ માર્યો હતો.’ આ ઘટનાનો સાચીએ વીડિયો બનાવી લીધો હતો.
સાચી મારવાહ અનુસાર, ઘટના તે સમયે થઈ, જ્યારે તે કામના સ્થળેથી ઘરે જઈ રહી હતી. આ દરમિયાન ટુ વ્હીલર પર સવાર બદમાશોએ તેની પાછળ આવવાનું શરૂ ર્ક્યુ હતું. પછી તે કોઈ કારણ વગર તેની કારને ટક્કર મારવા લાગ્યા હતા. જ્યારે સાચીએ દિલ્હી પોલીસને મામલાની રિપોર્ટ કરવાનો પ્રયત્ન ર્ક્યો, તો તેને તેવી મદદ નથી મળી, જેવી તેને આશા હતી. પોલીસની સાથે ફોન પર વાત કરવાનો અને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન ર્ક્યો છતાં તેમને સલાહ આપવામાં આવી કે તેઓ આ વાતને છોડી દે. કેમ કે તેઓ પહેલા જ સુરક્ષિત ઘર પહોંચી ચૂક્યા હતા.
પોલીસે આગળ નિર્દેશ આપ્યો કે, ભવિષ્યમાં આવી રીતની ઘટના થાય તો બદમાશોના વાહન નંબરોની નોંધ લેવી. સાચીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ગુસ્સો અને હતાશા વ્યક્ત કરતા લખ્યું હતું કે ‘દિલ્હીનો એક સામાન્ય દિવસ. હું ઓફિસથી ઘરે જઈ રહી હતી. આ બંને યુવકોએ મારી કારને અનેક વાર ટક્કર મારી. મને ખબર નથી કે આ યુવકો કેમ મારી પાછળ આવી રહ્યા હતા.’ સાચીએ આગળ લખ્યું હતું કે જ્યારે મેં દિલ્હી પોલીસને આ મામલાની જાણ કરી તો તેમણે મને કહ્યું તમે સુરક્ષિત ઘરે પહોંચી ગયા તો રહેવા દો. બીજી વાર આવી દુર્ઘટના થાય તો તેમનો ગાડી નંબર નોંધી લેવો.