દિવસની સારવાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રવિવારે યુ. એન. મહેતા ઈન્સ્ટી.માંથી રજા આપવામાં આવતા તેઓ અમદાવાદમાં થલતેજ ખાતેના નિવાસ્થાને પહોંચ્યા છે. ગત તા.૨૫મી એપ્રિલના રોજ નીતિન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી તેમને તુરંત જ યુ.એન. મહેતા ઈન્સ્ટી.માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ૧૫ દિવસની સારવાર બાદ તેમને રવિવારે રજા આપવામાં આવી હતી. જો કે તબીબોએ હજુયે તેમને નિવાસ્થાને આરામ કરવાની સલાહ આપી છે.
નીતિન પટેલે રવિવારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે ૧૫ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી મને રજા આપવામાં આવી છે. ભગવાનના આર્શીવાદ અને આપ સૌની શુભેચ્છાથી હું ઝડપથી સ્વસ્થ થયો છું. મારા દરેક શુભેચ્છકો અને હોસ્પિટલના ડોકટરોનો તથા સ્ટાફનો પણ હું આભારી છું. તબીબો દ્વારા મને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.