ગુજરાત બે થી ત્રણ જિલ્લાઓમાં પેટ્રોલના ભાવો 100ને પાર કરી ગયા છે. જ્યારે ડિઝલના ભાવો 100ની નજીકમાં સરકી રહ્યા છે ત્યારે રાજ્યના નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં વેટના દરો ઓછા છે, અલબત્ત જો બીજા રાજ્યો વેટ ઘટાડવા પગલા લેશે તો ગુજરાતમાં પણ સરકાર તે દિશામાં વિચારણા કરશે. નીતિન પટેલે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવો વધેલા છે એટલે દેશમાં પેટ્રોલ-ડિઝલના ભોવા વધ્યા છે. જો બીજા રાજ્યો વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડવા માટે વિચારણા કરશે. અમદાવાદમાં પેટ્રોલ 94.47, ડિઝલ 95.08, સુરતમાં પેટ્રોલનો ભાવ 94.26 અને ડિઝલ 95.10 સુધી પહોચ્યું છે. જ્યારે રાજકોટમાં પેટ્રોલનો ભાવ 93.62 અને ડિઝલનો ભાવ વધીને 93.90 સુધી પહોંચ્યો છે.
પેટ્રોલ-ડિઝલ પર બીજા રાજ્યો વેટ ઘટાડશે તો ગુજરાત પણ વિચારણા કરશે : નીતિન પટેલ
By
Posted on