નવી દિલ્હી: (New Delhi) નિકાહમાં (Nikah) હવેથી ડાંસ સંગીત અને આતીશબાજી ફોડવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવો ફરમાન ઝારખંડ (Jharkhand) ધનબાદ જિલ્લાના મુસ્લિમ ધર્મ ગુરું (Muslim religious guru) હાલમાંજ બહાર પાડ્યો છે. મૌલવીઓ એ આ ફરમાન બાદ એવું પણ કહ્યું હતું કે જો કોઈ આ ફરમાનનું પાલન નહિ થશે તો દંડ પણ વસૂલવામાં આવશે. આ મામલો ઝારખંડ જિલ્લાના ધનબાદ ક્ષેત્રના નિરસાનો છે.સિબિલવાડી જામાં મસ્જિદના પ્રમુખ ઇમામ મૌલાના મસૂદ અખ્તર દ્વારા આ અજીબ ફતવો જાહેર કર્યો છે. સોમવારે તેમણે કહ્યું હતું કે આ ફેંસલો સર્વસહમતીથી કરવામાં આવ્યો છે.અને નિકાહ પણ ઇસ્લામિક ધર્મ અનુસાર સંપન્ન થશે.
- ફરમાન 2 ડિસેમ્બર 2022થી લાગુ કરવામાં આવશે
- નિકાહ રસમના સમયમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા
- જો ફરમાનનું ઉલ્લંઘન કરતા જણાશે તો રોકડ દંડ વસુલ કરાશે
સિબિલીવાળી જામા મસ્જિદના મુખ્ય ઈમામ મૌલાના મસૂદ અખ્તરે નિકાહમાં ડાંસ-સંગીત અને આતીશબાજી ઉપર રોકે લગાવી દેવાનું કહી એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો નિકાહમાં આવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ફરમાન 2 ડિસેમ્બર 2022થી લાગુ કરવામાં આવશે
મળતી માહિતી મુજબ આ મામલો ઝારખંડના ધનબાદ જિલ્લાના નિરસા વિસ્તારનો છે. સોમવારે અહીંના સિબિલીવાળી જામા મસ્જિદના વડા ઇમામ મૌલાના મસૂદ અખ્તરે કહ્યું હતું કે આ ફરમાનનું પાલન દરેક લોકોએ કરવાનું રહેશે.નિકાહ માત્ર ઇસ્લામિક ધર્મ મુજબ સંપન્ન કરવાના રહેશે.જેમાં અન્ય કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ જેવી કે ડાંસ-સંગીત અને આતીશબાજી કરવાની રહેશે નહિ.અને આ આદેશનું જે લોકો પાલન નહિ કરે તેમની પાસેથી 5,100 રૂપિયાનો રોકડ દંડ પણ વસુલ કરવામાં આવશે.આ ફરમાન ઉપર 2 ડિસેમ્બરથી અમલ લાગુ થઈ જશે.
નિકાહ રસમના સમયમાં પણ મોટા ફેરફાર
સિબિલીવાળી જામા મસ્જિદના મુખ્ય ઈમામ મૌલાના મસૂદ અખ્તરે વધુમાં કહ્યું કે ઈસ્લામ ધર્મમાં આ પ્રકારની પ્રથાઓની પરવાનગીઓ નથી આવી પ્રથાને લઇને લોકોને અસુવિધા થાય છે. આ સિવાય નિકાહની તમામ વિધિને રાત્રે 11 વાગ્યા પહેલા પૂર્ણ કરી દેવા જોઈએ કારણ કે આ પછીનો સમય શુભ માનવામાં આવતો નથી. તેમણે કહ્યું કે જો કોઈ રાત્રે 11 વાગ્યા પછી નિકાહ કરવાની રસમ કરવામાં આવશે તો પણ તેને દંડ પણ ફટકારવામાં આવશે. આ સાથે આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિએ લેખિત માફીનમું પણ આપવાનું રહેશે.આ આદેશ જારી કરીને મૌલાના મસૂદ અખ્તરે તેમના સમુદાયના સભ્યોને તેમના સંબંધીઓ અને હિતધારકોમાં આ આદેશ ફેલાવવાની અપીલ પણ કરી હતી.