World

ન્યૂઝીલેન્ડનું નામ બદલવા છેડાયું અભિયાન, આ વિચિત્ર નામ રાખવા થઈ માંગણી

નામ માં શું રાખ્યું છે? લેખક શેક્સપીયરે આ લખ્યું હતું ત્યારે તેની ખ્યાલ નહીં હોય કે ભવિષ્યમાં નામ માટે આંદોલનો છેડાશે. ભારતમાં અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને બોમ્બેનું મુંબઈ થયું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીએ તો ચાઈનીઝ ડ્રેગન ફ્રૂટનું નામ જ બદલીને કમલમ કરી નાંખ્યું હતું. હવે નામ બદલવાના આ દોડમાં ન્યૂઝીલેન્ડના નાગરિકો પણ જોડાયા છે. અહીં સરકાર સમક્ષ એક ઓનલાઈન અરજી કરીને દેશનું નામ અને ભાષા બંને બદલી નાંખવા માટે માંગ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના (Newzealand Name Change Champaign ) રાજકીય દળ માઓરી પાર્ટીએ દેશનું નામ બદલવાને લઇને એક અભિયાન ચાલી રહ્યુ છે, જેની ચર્ચા થઇ રહી છે. માઓરી પાર્ટી ઇચ્છે છે કે દેશને ઓફિશિયલ નામ બદલીને આઓતિએરોઆ કરી દેવામાં આવે. જેની પર વિવાદ પણ છેડાઇ ગયો છે. ગત અઠવાડિયે માઓરી પાર્ટીએ એક ઓનલાઇન અરજી શરૂ કરી છે જેમાં બે માંગ કરવામાં આવી છે.

  • ન્યૂઝીલેન્ડના રાજકીય દળ માઓરી પાર્ટીએ દેશનું નામ બદલવાને લઇને એક અભિયાન ચાલી રહ્યુ છે
  • માઓરી પાર્ટી ઇચ્છે છે કે દેશને ઓફિશિયલ નામ બદલીને આઓતિએરોઆ કરી દેવામાં આવે
  • રિઓ માઓરીએ દેશને પ્રથમ અને ઓફિશિયલ ભાષાનો દરજ્જો આપવામાં આવે

પ્રથમ- ન્યૂઝીલેન્ડનું નામ બદલીને આઓતિએરોઆ કરી દેવામાં આવે. બીજુ- દેશના તમામ શહેર, કસ્બા અને જગ્યાઓના નામ ફરી તે જ કરી દેવામાં આવે, જે અંગ્રેજોના આવ્યા પહેલા માઓરી કાલમાં થતા હતા. અરજીમાં લખવામાં આવ્યુ છે, હવે સમય આવી ગયો છે કે રિઓ માઓરીએ દેશને પ્રથમ અને ઓફિશિયલ ભાષાનો દરજ્જો આપવામાં આવે. અમે એક પોલીનિજિયન દેશ છીએ, અમે આઓતિએરોઆ છીએ. ઓનલાઇન અરજીમાં દેશની સંસદને માંગ કરવામાં આવી છે કે દેશનુ નામ બદલવાની સાથે જ એક પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેની હેઠળ 2026 સુધી દેશની તમામ જગ્યાઓના નામ તે રાખવામાં આવે જે તે રિઓ માઓરી ભાષામાં હતા.

માઓરી પાર્ટીની આ માંગને લોકોનું સમર્થન મળી રહ્યુ છે. અરજી શરૂ થવાના બે દિવસની અંદર જ તેની પર 50 હજારથી વધુ લોકો સહી કરી ચુક્યા હતા. પાર્ટીના એક નેતા રાવિરી વાઇતીતીએ પત્રકારોને કહ્યુ કે આટલી ઝડપથી ન્યૂઝીલેન્ડમાં ભાગ્યે જ કોઇ અરજીને સમર્થન મળી રહ્યુ હોય.

Most Popular

To Top