Sports

T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ ઓવરમાં ન્યૂઝીલેન્ડના બોલરે હેટ્રિક લીધી

આયર્લેન્ડ: આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ ઓવરમાં હેટ્રિક (Hattrick) લેવાનું કારનામું ન્યૂઝીલેન્ડના (New Zealand) બોલરે (Bowler) કર્યું છે. આવો રેકોર્ડ કરનાર તે વિશ્વનો એક માત્ર બોલર બની ગયો છે. ન્યૂઝીલેન્ડના બોલર માઈકલ બ્રેસવેલે (Michelle Bracewell) આયર્લેન્ડ સામે તેની T-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી મેચ રમતી વખતે પહેલી જ ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી છે. આયર્લેન્ડ સામે 2 T-20 બ્રેસવેલ રમ્યો છે, પરંતુ તેને પહેલી મેચમાં બોલિંગ નાંખવાની તક મળી નહોતી. બીજી મેચમાં તેને તક મળી ત્યારે પહેલી જ ઓવરમાં તેણે કમાલ કરી દેખાડી.

ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરી આયર્લેન્ડને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેઝ કરી રહેલી આયર્લેન્ડની ટીમ સામે બ્રેસવેલ 14મી ઓવર નાંખવા આવ્યો હતો. બ્રેસવેલે 5 બોલમાં 5 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ જ ઓવરમાં આયર્લેન્ડની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. નોંધનીય છે કે આયર્લેન્ડની ટૂર પર ગયેલી ન્યૂઝીલેન્ડની ટીમ 3 T-20 મેચની સિરિઝ રમી રહી છે. આ સિરિઝમાં અત્યાર સુધી 2 મેચ રમાઈ ચૂકી છે, જે બંને ન્યૂઝીલેન્ડ જીત્યું છે. બીજી T-20 મેચમાં ન્યૂઝીલેન્ડે પહેલો દાવ લઈ આયર્લેન્ડને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 91 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

બ્રેસવેલ ઓલરાઉન્ડર છે, વન-ડેમાં છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી
માઈકલ બ્રેસવેલ એક ઓલરાઉન્ડર છે. તે T-20 પહેલાં વન-ડેમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. તેણે પહેલી મેચમાં નોટઆઉટ 127 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી ત્યારે 5 સિક્સ મારી તેને વિજય અપાવ્યો હતો. આ વન-ડે ક્રિકેટ ઈતિહાસનો છેલ્લી ઓવરમાં સૌથી મોટો રન ચેઝ બન્યો છે.

ટી-20માં અત્યાર સુધી 35 બોલર જ હેટ્રિક લઈ શક્યા છે
T-20 ક્રિકેટમાં હેટ્રિક લેવી એ મોટી ઉપલ્બ્ધિ છે. આ કારનામું અત્યાર સુધી વિશ્વના 35 બોલર જ કરી શક્યા છે. જેમાં સૌથી વધુ વખત શ્રીલંકાના બોલરોએ આ કારનામું કર્યું છે. શ્રીલંકાના 4 બોલર પરેરા, મલિંગા, ધનંજ્યા અને ડિસિલ્વા T-20માં હેટ્રિક લઈ ચૂક્યા છે. મલિંગા તો 2 વખત હેટ્રિક લઈ ચૂક્યો છે.

Most Popular

To Top