National

મોદી સરકારની નવા વર્ષમાં શાનદાર ભેટ, 1જાન્યુઆરીથી આ યોજનાઓના વ્યાજદરમાં કર્યો વધારો

નવી દિલ્હી : (New Delhi) કેન્દ્રની મોદી સરકારે (Modi Govt) સામાન્ય નાગરિકોને નવા વર્ષ (New Year) 2023ની શાનદાર ભેટ (Gift) આપી છે. કેન્દ્ર સરકારે અબેક યોજનાઓમાં વ્યાજ દરોમાં મોટો વધારો કર્યો છે. જેમાં પોસ્ટ ઓફીસને લગતી મુખ્ય યોજનાઓના વ્યાજદરોમાં વધારો કરી દીધો છે. આ યોજનાઓ પૈકી રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર,પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ અને વરિષ્ઠ નાગરિક બચત યોજનાનો સમાવેશ થાય છે. જોકે પી એફના દરોમાં કોઈ પણ પ્રકારની વૃદ્ધી કરવામાં આવી નથી. મોદી સરકારની આ યોજનાઓ મધ્યમ અને સામાન્ય નાગરિકો માટે અત્યંત લાભ દાયી સાબિત થશે.

  • મોદી સરકારની આ યોજનાઓ મધ્યમ અને સામાન્ય નાગરિકો માટે અત્યંત લાભ દાયી
  • સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં વધારો કર્યો છે
  • સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર 8 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે

પી એફના દરોમાં કોઈ જ બદલાવ નહિ
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ડિસેમ્બર ક્વાર્ટરની જેમ, તે માર્ચ ક્વાર્ટરમાં પણ 7.1% ના સ્તર પર રહે છે. સરકારે કિસાન વિકાસ પત્રના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 123 મહિના માટે કિસાન વિકાસ પત્રને ડિસેમ્બર ક્વાર્ટરમાં 7%ના દરે વ્યાજ મળતું હતું, જે હવે 120 મહિનાના સમયગાળા માટે 7.2%ના દરે વ્યાજ મળશે.

SSY વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો
બીજી બાજુ મોદી સરકારે SSY વ્યાજ દરમાં પણ કોઈ જ ફેરફાર નથી કર્યો આવ્યો સરકારે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. દીકરીઓ માટે શરૂ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર પણ 7.6 ટકા રાખવામાં આવ્યો છે.

NSCમાં 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે
આ યોજનાઓના વ્યાજદરમાં વધારો કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસની એકથી પાંચ વર્ષની મુદતની થાપણો પરના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. આ સિવાય સિનિયર સિટીઝન સ્કીમ, મંથલી ઈન્કમ સ્કીમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે પણ વ્યાજ દરમાં વધારો થયો છે. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં કેટલા વ્યાજદરમાં વધારો થયો છે તેના પર 1 જાન્યુઆરીથી 7 ટકાના દરે વ્યાજ મળશે.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર 8 ટકાના દરે વ્યાજ
આથી પહેલા (NSC)માં વ્યાજનો દર 6.8 ટકા હતો. તેવી જ રીતે 1 જાન્યુઆરીથી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ પર 8 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. હાલમાં તે 7.6 ટકા છે. માસિક આવક યોજનાનો વ્યાજ દર પણ 6.7 ટકાથી વધીને 7.1 ટકા થશે. 1 થી 5 વર્ષના સમયગાળા માટે પોસ્ટ ઓફિસ ટર્મ ડિપોઝિટ સ્કીમ પર વ્યાજ દર 1.1 ટકા વધશે.

Most Popular

To Top