Comments

નવો વ્યવસાય, નવી તક, સમસ્યા જૂની

વિવિધ ચીજવસ્તુઓના વેચાણ તેમજ અન્ય સેવાઓ માટે ઑનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વ્યાપક બનવા લાગ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં તે ઘણો ચલણી બની રહ્યો છે. આપણે મંગાવેલી ચીજવસ્તુઓ મોટે ભાગે બાઈક પર આવીને પહોંચાડતા માણસોની ટેવ આપણને પડી રહી છે, પણ તેમની સાથે બે આંખનો સંપર્ક સુદ્ધાં ભાગ્યે થતો હોય છે. તેઓ નિર્ધારીત સમયમાં વસ્તુને પહોંચાડવાની ઍવી ઉતાવળમાં હોય છે કે સતત દોડતાભાગતા હોય ઍમ જ લાગે.
કોણ છે આ લોકો? તેઓ જે તે કંપનીના નોકરિયાત છે? તેમના કામના કલાકો કયા પ્રકારના હોય છે? આવી જિજ્ઞાસા આપણામાંના મોટા ભાગનાઓને ભાગ્યે જ થતી હોય છે, કેમ કે, આપણું મુખ્ય ધ્યાન તેમના દ્વારા પહોંચાડાયેલી ચીજવસ્તુઓ આપણે મંગાવ્યા મુજબની છે કે કેમ ઍ ચકાસી લેવાનું હોય છે. કેવળ ભારતમાં જ નહીં, વિશ્વભરમાં આ પ્રકારના કામદારોના વર્ગનો ઉદય ટેક્નોલોજિને પગલે થયો છે, જેને ‘ગીગ વર્કર’તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં કહેવું હોય તો આ કામદારો ‘પરંપરાગત માલિક-કર્મચારી કરાર’અનુસાર નોકરી નથી કરતા. બીજા પ્રકારના કામદારો છે પ્લેટફોર્મ વર્કર્સ. તેઓ ઍવા કામદાર છે કે જેમનું કાર્ય ઑનલાઈન સોફટવેર ઍપ કે ડીજીટલ પ્લેટફોર્મ પર આધારિત છે.
નીતિ આયોગે પોતાના અહેવાલમાં ગીગ અને પ્લેટફોર્મ આધારિત અર્થવ્યવસ્થા વિકસી રહી હોવાનો, તેમજ તેના થકી ઊભી થઈ રહેલી રોજગારની તકો તથા પડકાર વિશે ઉલ્લેખ કર્યો છે. ઍ અનુસાર આ વર્ગના કામદારોનો આંકડો હાલ ૮૦ લાખ છે, જે આગામી દાયકામાં વધીને ૨.૩૫ કરોડે પહોંચવાની ધારણા છે.

અત્યારે પંચોતેર ટકા કંપનીઓ પાસે દસ ટકાથી ઓછા પ્રમાણમાં ગીગ કામદારો છે, પણ જે રીતે બહુરાષ્ટ્રીય કંપનીઓ આ ક્ષેત્રે કર્મચારીઓને નીમી રહી છે ઍ જાતાં આ પ્રમાણ વધશે ઍ નિશ્ચિત જણાય છે. ઍ હકીકતથી ઈન્કાર થઈ શકે ઍમ નથી કે ઈન્ટરનેટના આગમન પછી પરિવર્તનની ઝડપ અનેકગણી વધી ગઈ છે. ઍ ધ્યાનમાં લેતાં કહી શકાય કે અર્થવ્યવસ્થા અને વપરાશની આદતોના પરિવર્તનની સાથોસાથ રોજગારના પ્રકારમાં પણ ઝડપભેર પરિવર્તન આવશે. પ્રત્યેક નવી વ્યવસ્થામાં બનતું હોય છે ઍમ, આ પ્રકારના પણ લાભ અને ગેરલાભ બન્ને છે. સ્વાભાવિકપણે જ લાભ કંપની અને ગ્રાહકોના પક્ષે હોય. ગીગ કામદારો કંપનીના નોકરિયાત ન હોવાને કારણે તેમને કોઈ પણ પ્રકારના અન્ય લાભ મળવાપાત્ર નથી હોતા, જે સામાન્ય સંજાગોમાં નોકરિયાત હોવાને કારણે મળતા હોય છે. ખાસ કરીને પ્રોવિડન્ટ ફન્ડ, તબીબી રાહત, નિવૃત્તિના લાભ કે વીમા જેવા અન્ય સમાજકલ્યાણના ફાયદાઓનો આમાં સમાવેશ થાય છે. નોકરીના કરારમાં સામાન્યપણે ઍવી વ્યવસ્થા હોય છે કે નોકરિયાત પોતાના માલિક માટે કામ કરે અને બદલામાં ઍ કર્મચારીની તેમજ તેના પરિવારની અમુક હદની દેખરેખ કંપની રાખે.

ગીગ અને પ્લેટફોર્મ કામદારોના કિસ્સામાં આ વ્યવસ્થાનો સદંતર છેદ ઊડી જાય છે. આશ્વાસનરૂપ બાબત ઍ છે કે નીતિ આયોગે આ કર્મચારીઓને માંદગીની રજા, સ્વાસ્થ્ય તેમજ જીવનવીમા જેવા લાભ આપવાની ભલામણ કરી છે. અમેરિકા સહિત અમુક દેશોમાં ગીગ કામદારોને નોકરિયાત ગણવામાં આવે છે, ઍમ જાણવા મળ્યું, પણ ભારતમાં હજી તેમની કોઈ કાનૂની વ્યાખ્યા નક્કી થઈ નથી. શ્રમ મંત્રાલયના પોર્ટલ ઈ-શ્રમ હેઠળ નોંધાયેલા આવા કર્મચારીઓને અકસ્માતનો વીમો જેવા ચોક્કસ લાભ આપવા જાઈઍ ઍવી ભલામણ છે, પણ હજી અન્ય લાભ તેમને મળતા નથી. નીતિ આયોગે સૂચવ્યું છે કે વ્યવસાય સાથે જાડાયેલાં જાખમો અને કાર્ય દરમિયાન થતી દુર્ઘટના માટે અલગથી વીમો આપવાની વ્યવસ્થા હોવી જાઈઍ. બાઈક અને કારની સેવા આપતી કંપનીઓ માટે ઍવું સૂચન છે કે દરેક ગ્રાહક પાસેથી પ્રા થતી રકમનો નાનકડો હિસ્સો દુર્ઘટના વીમા ભંડોળમાં જમા કરવાનું પ્રથા શરૂ કરી શકાય, જેનો લાભ આ ક્ષેત્રમાં કામ કરતા ઘણા લોકોને મળી શકે.
તેમની સંખ્યામાં વૃદ્ધિ થતી જવાની નિશ્ચિત હોવાથી તેમની સમસ્યાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. નોકરીની સુરક્ષા, વેતનની અનિયમિતતા, નોકરીની અનિશ્ચિતતા, અને આ પ્રકારના કામ સાથે સંકળાયેલી શારિરીક તેમજ માનસિક સમસ્યાઓ આ વર્ગના કામદારોમાં સામાન્ય હોય છે. ઍમાંના ઘણાનું કૌશલ્ય ઓછું હોય છે, તેમજ તેઓ ખંડ સમય માટે આ કામ કરતા હોય છે. આ અહેવાલમાં આવી તમામ બાબતોને લક્ષ્યમાં લેવાની ભલામણ કરવામાં આવી છે. તેનો અમલ કરવાનો હવે સરકારને પક્ષે છે.
ગીગ કામદારો અને પ્લેટફોર્મ કામદારોની વાત નીકળે ઍટલે અનાયાસે સફાઈ કામદારોની સમસ્યાઓ યાદ આવ્યા વિના રહે નહીં. સફાઈ કામદારોની સમસ્યાઓ કેવળ નોકરીની અનિશ્ચિતતા કે કાર્યસ્થળની સુરક્ષા પૂરતી મર્યાદિત નથી. તેની સાથે સામાજિક કલંકનો ભાવ સંકળાયેલો છે. તેમના પુનર્વસન અને સલામતિ અંગે ત્યારે જ ચર્ચા કરવામાં આવે છે, જ્યારે ગટરમાં ઊતરેલા કોઈ સફાઈ કામદારનું અપમૃત્યુ નીપજે. તેઓ મોટે ભાગે હંગામી કર્મચારી તરીકે કોઈ ને કોઈ કંત્રાટીના હાથ નીચે કામ કરે છે, જેની જવાબદારી નિશ્ચિત થયેલી હોતી નથી. દેશના જુદા જુદા હિસ્સામાં ક્યાંક ને ક્યાંક સમયાંતરે સફાઈ કામદારોના અપમૃત્યુના સમાચાર આવે ત્યારે ફરી ઍક વાર કાનૂન અને ભલામણોની ચર્ચા થાય, અખબારોને હેડલાઈન મળે અને વાત પૂરી. બદલાતા સમયની માંગ અનુસાર કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા માનવબળનો, ખાસ કરીને સૌથી નીચલા સ્તરના માનવબળના હિતનો વિચાર કરવો આવશ્યક બની રહે છે. ઍ કેવળ કાનૂની જ નહીં, માનવીય જરૂરિયાત પણ છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top