National

તા. 7મી મેના રોજ યોજાનારી NEET UG 2023 પરીક્ષાની સિટી ઈન્ટિમેશન સ્લિપ ટૂંકમાં જ જાહેર થશે

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં જ તા. 7મી મેના રોજ યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG 2023) પરીક્ષાની સિટી ઇન્ટિમેશન સ્લિપ બહાર પાડશે. MBBS પ્રવેશ 2023 માટે રાષ્ટ્રીય સ્તરની મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી કરાવનાર અરજદારો હવે અધિકૃત વેબસાઇટ neet.nta.nic.in પર જઈને સીધી NEET 2023 પરીક્ષાની સિટી સ્લિપ જોઈ શકે છે.

NTAએ તાજેતરમાં જ NEET UG નોંધણી 2023 વિન્ડો ફરીથી ખોલી હતી અને 15 એપ્રિલે તેને બંધ કરી દીધી હતી. બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, “જો કોઈ શહેરની પસંદગી કરતા ઉમેદવારોની સંખ્યા ચોક્કસ લઘુત્તમ કરતા ઓછી હોય, તો NTA એક, બે અથવા વધુ શહેરોને મર્જ કરવાનો અધિકાર અનામત રાખે છે.” અરજદારોએ ખાસ નોંધ લેવી જોઈએ કે એકવાર પરીક્ષાની સિટી સ્લિપ જાહેર થઈ જાય ત્યારબાદ NTA તેની સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.in 2023 અને અન્ય પ્લેટફોર્મ્સ: UMANG અને DigiLocker પર NEET UG એડમિટ કાર્ડ 2023 મારફતે જાહેર કરશે.

NEET UG પરીક્ષા સિટી સ્લિપ 2023 કેવી રીતે જોશો?

  • NTA NEETની સત્તાવાર વેબસાઇટ: neet.nta.nic.in 2023
  • તેમના હોમપેજ પર NEET પરીક્ષા સિટી ઇન્ટિમેશન સ્લિપ ડાઉનલોડ લિંક પર ટેપ કરો.
  • તમારો રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ ભરો.
  • ભવિષ્યના સંદર્ભો માટે પરીક્ષા સિટી સ્લિપની હાર્ડ અને સોફ્ટ કોપી સાચવો.

Most Popular

To Top