ઑલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ ટોક્યો ગેમ્સમાં ઐતિહાસિક પરાક્રમ દર્શાવ્યું હતું. ઉષ્માભર્યા સ્વાગત સાથે દેશમાં પરત ફર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોમાં તેને ભારે તાવ આવ્યો છે. પરંતુ, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
સોમવારે ઘરે પરત ફર્યાના થોડા દિવસો પછી તેને ભારે તાવ આવ્યો હતો અને ડોકટરોની સલાહ અનુસાર કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.
આ ઘટનાની જાણકારી ધરાવતા એક સૂત્રે જણાવ્યું હતું કે, તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ, અમે તેની તમામ મુલાકાતો હાલ માટે સ્થગિત કરી દીધી છે.
સરકારે સોમવારે નીરજ ચોપરા સહિત તમામ મેડલ વિજેતાઓને સન્માનીત કર્યા હતા. જેના એક દિવસ પહેલા એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એએફઆઇ)એ પણ તેમને સન્માનિત કર્યા હતા.ચોપરાએ ગુરુવારે અને શુક્રવારે પંજાબ અને હરિયાણા સરકાર દ્વારા આયોજિત બંને સન્માન સમારોહમાં ભાગ લીધો નહોતો.
હવે તે જોવાનું રહ્યું કે, શું તે રવિવારે ભારતીય ઑલિમ્પિક સંઘ (આઇઓએસ) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સામેલ થાય છે કે કેમ.