કેટલીક વ્યકિત અદભુત ખુમારી (અભિમાન નહીં) ધરાવતી હોય છે, જેમકે સુપ્રસિદ્ધ સદાબહાર મહાન અભિનેતા દેવાનંદ (દેવસાહેબ) એમના એક નવા પિકચર માટે પસંદગી પામેલ નવી હિરોઇનનો પહેલો જ દિવસ. શૂટીંગ પૂરું કરીને વિદાય લેતાં તેણે કહ્યું ‘દેવ અંકલ, મૈં જાતી હૂં.’ તરત જ એક જોરદાર અવાજ, ‘ઠહેરો! તુમને મેરી ઇમેજ બિગાડ ડાલી. ‘દેવ’સાબ’ બોલો’ અને એ નવી-સવી હિરોઇનનું પત્તું કપાઇ ગયું. દેવાનંદ બાંધછોડ કરતા નહીં. તેઓ હંમેશાં દેવસાબ તરીકે જ ઓળખાવાનું પસંદ કરતા. આવો જ અદભુત ખુમારીનો બીજો કિસ્સો આપણા ‘ગુજરાતમિત્ર’ના જાણીતા એન ચર્ચિત કટાર લેખક (રમણ-ભ્રમણવાળા જ તો) મુ. રમણ પાઠકનો. તેઓ અદભુત વિચારક હતા. રમણ પાઠક કદી પણ રમણભાઇ, રમણકાક તરીકે ઓળખાયા નથી. રમણદાદા તો નહીં જ. ‘રમણ નું મરણ’ થયું ત્યાં સુધી રમણ પાઠક રમણ તરીકે જ ઓળખાયા હતા. 93 વર્ષની ઉંમર સુધી સદા યુવાન તરીકે જ જીવ્યા અને ઓળખાયા આને ખુમારી કહેવાય!
પાલ-ભાઠા, સુરત -રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ઉંમર સૂચવતા સંબોધન જરૂરી છે?
By
Posted on