અકસ્માતો રોકવા બમ્પ જરૂરી છે પરંતુ ગામ, શહેર કે રસ્તા પર મૂકાયેલ બમ્પમાં કોઇ ધોરણ જળવાયું નથી. કેટલાક બમ્પ ખૂબ ઊંચા તો કેટલાક સાપ નીચા હોય છે. બમ્પ અગાઉ તે અંગેનું સાઇન બોર્ડ હોવુ જોઇએ અને બમ્પ પર સફેદ પટ્ટા લગાવેલ હોવા જોઇએ. હમણા અમે 7 દિવસ કચ્છનો પ્રવાસ કરી આવ્યા. હાઇ-વે પર તેમજ ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર, કંડલા અનેક બમ્પ પસાર કર્યા. ક્યાંક ક્યાંક સાઇન બોર્ડ જોવા મળ્યા. પરંતુ સફેદ પટ્ટા તો ક્યાંય જોવા મળ્યા નહી. તેના કારણે વાહનો ઉછળે છે અને નાના વાહન પરથી પડી થઇ અકસ્માતના બનાવો પણ બને છે. પાઠણ અને વડોદરામાં બે મહિલાઓ બમ્પનાં કારણે વાહન પરથી પડી જઇ મોતને ભેટી હતી. આથી અકસ્માત કે અન્ય કોઇ દુર્ઘટના અટકાવવા માટે તંત્રે સજાગ રહી બમ્પ અગાઉ સાઇન બોર્ડ તેમજ બમ્પ પર પટ્ટા લગાવવાની વ્યવસ્થા કરવી જોઇએ.
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
બમ્પથી થતા અકસ્માતો રોકવા જરૂરી
By
Posted on