શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન માટે આજનો (4 ઓક્ટોબર) દિવસ મહત્ત્વનો છે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) આર્યનની કસ્ટડી કોર્ટમાં માગશે નહીં. વકીલ સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે. આર્યનની આજે કસ્ટડી પણ પૂરી થઈ રહી છે. NCBની પૂછપરછમાં આર્યન ખાને (NCB Arrest Sharukh Khan’s Son Aaryan in Drugs Case) કહ્યું હતું કે તે 20 વર્ષની ઉંમરથી એટલે કે છેલ્લાં 4 વર્ષથી ડ્રગ્સ લે છે.
આર્યનની સાથે જ ધરપકડ કરાયેલા અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની પણ કસ્ટડી આજે પૂરી થઈ રહી છે. કોર્ટમાં જતાં પહેલાં NCB ત્રણેયને સામ-સામે બેસાડીને પૂછપરછ કરે એવી શક્યતા છે. આર્યન ખાને NCBની ઓફિસમાં જ રાત પસાર કરી હતી. સૂત્રોના મતે, આર્યન તથા અરબાઝની સામ-સામે બેસાડીને પૂછપરછ કરાઈ હતી. NCBની પૂછપરછમાં આર્યન 20 વર્ષની ઉંમરથી ડ્રગ્સ લઈ રહ્યો હોવાનું કબૂલ્યું છે. હાલમાં આર્યનની ઉંમર 24 વર્ષ છે. આર્યને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઇંગ્લેન્ડ, દુબઈ સહિત અન્ય દેશોમાં પણ ડ્રગ્સ લીધું છે.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે આર્યન નશા અને યુવતીઓની આદત ધરાવે છે. ડ્રગ્સ અને ગર્લ્સ સાથે મજા કરવી તે તેની લાઈફનો એક હિસ્સો છે. હજુ તપાસ ચાલી રહી છે ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.
આર્યને કહ્યું હતું કે તે ક્રૂઝ પર ગેસ્ટ તરીકે ગયો હતો. તેણે ટિકિટના કોઈ પૈસા ખર્ચ કર્યા નથી. તેના નામ પર પાર્ટીમાં અન્ય લોકોને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા.આર્યન ખાને પોતાની ધરપકડ અંગે લેખિત નિવેદન આપ્યું હતું, ‘મને મારી ધરપકડના કારણોની ખબર છે અને મારા પરિવારને આ અંગેની માહિતી આપવામાં આવી છે.’ આર્યન ક્રૂઝ પર મિત્ર અરબાઝ મર્ચન્ટ સાથે આવ્યો હતો. બંને વચ્ચે છેલ્લાં 15 વર્ષથી મિત્રતા છે. આર્યન ફિલ્મમેકિંગ સાથે જોડાયેલો છે. NCBના મતે, આર્યન તથા અરબાઝ ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં હતા અને આ વાત તપાસ દરમિયાન સામે આવી છે.
3 ઓક્ટોબર, રવિવાર મોડી સાંજે આ કેસમાં NCBએ અન્ય પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જેમાં નૂપુર સારિક, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર તથા ગોમિત ચોપરા. આ તમામને NCB આજે કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડી માગી શકે છે. અન્ય એક વ્યક્તિની બેલાપુરથી ધરપકડ કરવામાં આવી છે, પરંતુ તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. NCBને ટિપને આધારે આરોપીઓ પાસેથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ MD, 21 ગ્રામ ચરસ, એક્સ્ટસીની 22 ગોળીઓ તથા 1.33 લાખ રૂપિયા રોકડા મળ્યા છે.
સરકારી વકીલ અદ્વૈત સેતનાએ કોર્ટમાં કહ્યું હતું કે આરોપીઓ પાસેથી વ્હોટ્સ એપ ચેટ મળી હતી અને એની તપાસ ચાલુ છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ પણ મળ્યું છે. સેતનાએ કહ્યું હતું કે આરોપીઓની વ્હોટ્સએપ ચેટથી ખ્યાલ આવે છે કે ડ્રગ કન્ઝપ્શન તથા ડ્રગ નેક્સેસ જોડાયેલા છે. ત્યાર બાદ અદ્વૈતે સ્ટેટ વર્સિસ અનિલ શર્મા કેસનો ઉલ્લેખ કરીને આર્યનની કસ્ટડી માગી હતી. શાહરૂખે ફોન પર આયર્ન સાથે વાત કરી. શાહરુખે દીકરા સાથે ફોન પર વાત કરી હતી. આર્યનની ધરપકડ બાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ NCBએ પોતાના લેન્ડલાઇન ફોનથી આર્યનની અબ્બુ (શાહરુખ) સાથે વાત કરાવી હતી. શાહરુખે બે મિનિટ વાત કરી હતી.
How to Share With Just FriendsHow to share with just friends.
Posted by Facebook on Friday, December 5, 2014
દીકરા આયર્ન વિશે 24 વર્ષ પહેલાં શાહરૂખે એક ઈન્ટરવ્યૂમાં કરેલી વાત સાચી પડી
શાહરૂખ ખાનનો દીકરો ડ્રગ્સના કેસમાં પકડાયો છે, ત્યારે શાહરૂખનો એક 24 વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો છે. સિમી ગરેવાલ સાથેના ઈન્ટરવ્યૂમાં શાહરૂખ પત્ની ગૌરી સાથે ગયો હતો. જ્યાં દીકરા આયર્ન વિશે એવી હંફાશો મારી હતી કે મેં જે કર્યું નથી તે બધું જ આયર્નને કરવાની હું છૂટ આપીશ. તે સેક્સ કરે, ડ્રગ્સ લેશે. શહેર, દેશ આખામાં પ્લેબોય બનશે. તે સમયે શાહરૂખે કદાચ ઓવરકોન્ફીડન્સમાં આ વાત કરી હશે. 24 વર્ષ પહેલાં આયર્ન વિશે થયેલી વાત અંગે કોઈએ ધ્યાન પણ આપ્યું નહોતું, પરંતુ આજે જ્યારે એનસીબીએ ડ્રગ્સના કેસમાં આયર્નને પકડ્યો છે ત્યારે શાહરૂખનો તે વીડિયો વાયરલ થયો છે. અત્યારે શાહરૂખ પોતાના દીકરાને મળવા પણ જઈ શકતો નથી અને તેને છોડાવવા માટે હવાતિયાં મારી રહ્યો છે.