નવસારી : યુ.પી. થી નવસારી (Navsari) નોકરી કરવા આવેલા યુવાને તેની ફોઈની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. જેના કારણે સગીરાને 7 માસનો ગર્ભ રહી જતા મામલો નવસારી ટાઉન પોલીસ (Town Police) મથકે પહોચ્યો છે.મળતી માહિતી મુજબ, 10 મહિના અગાઉ યુ.પી.ના મઉ જિલ્લાના ફતેહપુર ગામે રહેતો આકાશ શિવજતન સહાની નવસારી નોકરી કરવા માટે આવ્યો હતો. પરંતુ આકાશ પાસે રહેવા માટે જગ્યા નહીં હોવાથી તે તેણીની ફોઈના ઘરે રહેતો હતો. દિવસ દરમિયાન સગીરાના માતા-પિતા મજુરી કામે જતા રહેતા હતા. જેથી સગીરા અને આકાશ ઘરમાં એકલા રહેતા હતા. તે સમયગાળા દરમિયાન આકાશે તેની ફોઈની સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી શરીર સંબંધ બાંધ્યા હતા.
સગીરાના પિતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફ્રરીયાદ નોંધાવી
આકાશે વારંવાર સગીરા સાથે શરીર સંબંધ બાંધતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરાને 7 મહિનાનો ગર્ભ રહી જતા પરિવારજનોને આકાશની આ કરતુતની જાણ થઇ હતી. જેથી સગીરાના પિતાએ નવસારી ટાઉન પોલીસ મથકે આકાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.
આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગુનામાં લકી ગેસ્ટ હાઉસનો માલિક કસ્ટડીમાં ધકેલાયો
નવસારી : સુરતની પરિણીતાએ નવસારીના એક યુવાન સાથે પ્રેમસબંધ બાંધીને તેની પાસેથી પૈસા તથા દાગીના પડાવી લઇ પરિણીતાએ તેના પતિ અને નવસારીના શખ્સ સાથે મળી અવારનવાર મારી નાંખવાની તથા બદનામ કરવાની ધમકી આપીને અસહ્ય શારીરિક તથા માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબુર કરાયાની મૃતકના ભાઇએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સુરતના મુસ્લિમ દંપતી અને નવસારીના શખ્સ તેમજ લકી ગેસ્ટ હાઉસના માલિકને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે સુરતના દંપતીના 2 દિવસના રિમાંડ મંજુર કર્યા હતા. જ્યારે નવસારીના શખ્સને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર પૈસા કઢાવતી રહેતી હતી
નવસારી ટાઉન પોલીસ મથકમાં આપેલી ફરિયાદ મુજબ, સુરતના માનદરવાજા વિસ્તારમાં ખ્વાજા નગર ખાતે રહેતી આયશા યાસમીન ઉર્ફે જાકીરાએ નવસારીની અક્ષરધામ રેસીડન્સીમાં ફ્લેટમાં રહેતા ધવલ પટેલ સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો. દરમિયાન આયશાએ ધવલ પટેલને લગ્ન કરવાની લાલચ આપીને અવારનવાર કપડાં તથા સોનાના દાગીનાની ખરીદી કરાવી સતત પૈસા કઢાવતી રહેતી હતી. ધવલે આયશાને લગ્ન માટે કહેતાં આયશા તથા તેનો પતિ ઇરફાન અને નવસારીમાં લકી ગેસ્ટ હાઉસ ચલાવતા કૌશિક બારોટે ધવલ પટેલને માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની અને બળાત્કાર તેમજ છેડતીના ખોટા કેસમાં ફસાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા હતા. એ ઉપરાંત રોકડ મળીને ધવલ પટેલ પાસેથી 20 થી 25 લાખ રૂપિયા આયેશા તથા ઇરફાને પડાવી લીધા હતા