નવસારી: (Navsari) નવસારીમાં વિકૃતિનો (Distortion) આનંદ મેળવવાની લ્હાયમાં યુવાનનું ગુપ્તાંગ પ્લાસ્ટીકની બોટલમાં (Plastic Bottle) ફસાઈ ગયું હતું. નવસારી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ મહામહેનત બાદ બોટલમાંથી યુવાનનું ગુપ્તાંગ બહાર કાઢ્યું હતું.
- નવસારીમાં વિકૃતિનો આનંદ મેળવવા જતાં યુવાનનું ગુપ્તાંગ પ્લાસ્ટીકની બોટલમાં ફસાયું
- નવસારી સિવિલ હોસ્પિટલના 5 ડોક્ટરો ખાસ્સી જહેમત બાદ ગુપ્તાંગને બોટલમાંથી બહાર કાઢવામાં સફળ
નવસારીમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. નવસારીના યુવાનને વિકૃતિની મજા માણવાનું ભારે પડયું હતું. વિકૃતિનો આનંદ મેળવવા માટે યુવાને પોતાનું ગુપ્તાંગ એક પ્લાસ્ટીકની બોટલમાં નાંખ્યું હતું. દરમિયાન તે યુવાનને ઉત્તેજના થતા ગુપ્તાંગ પ્લાસ્ટીકની બોટલમાં ફસાઈ ગયું હતું, જેના કારણે યુવાનને દુખાવો ઉપડયો હતો.
પરંતુ યુવાને તેની હરકતની કોઈને જાણ ન થાય તે માટે આ સમસ્યા બાબતે કોઈને જણાવ્યું ન હતું અને તે યુવાન ડોક્ટર પાસે પણ ગયો ન હતો. જેના કારણે આખી રાત યુવાનને દુખાવો રહ્યો હતો. જોકે બીજા દિવસે તે યુવાનથી દુખાવો સહન ન થતાં હિમ્મત કરી નવસારી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે ડોકટરોને તેની સમસ્યા જણાવી હતી.
યુવાનની સમસ્યા અને દુખાવો જાણ્યા બાદ નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તાત્કાલિક તે યુવાનની સારવાર શરુ કરી દીધી હતી. હોસ્પિટલના 5 ડોકટરો અને તેમની ટીમે એક કલાક મહેનત કર્યા બાદ તે યુવાનના ગુપ્તાંગ પરથી બોટલ કાઢી હતી, ત્યારે તે યુવાને રાહતનો શ્વાસ લીધો હતો. હાલ યુવાનની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
પારડી ને.હા. પરથી રૂ. 9600ના દારૂ ભરેલી વાન સાથે ડ્રાઈવરની ધરપકડ
પારડી: પારડી પોલીસે ને.હા. નં. 48 પરથી રૂ. 9600નો દારૂ ભરેલી એક વાનને ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મોકલનાર તેમજ મંગાવનાર બે જણાંને વોન્ટેડ જાહેર કર્યાં છે. પારડી પોલીસે બાતમીના આધારે પારડી વિશ્રામ હોટલ સામે ને.હા. નં. 48 પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન માહિતીવાળી વાન નં. (જીજે-15 એડી-9266) આવતા તેને રોકી ચાલકનું નામઠામ પૂછતા વિરલ રાજેશ આહીર (રહે. ખેરગામ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વાનમાં તપાસ કરતા પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાનામાંથી રૂ. 9600 કિંમતની દારૂની બોટલ નંગ 192 મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં આ જથ્થો દમણથી તુલસી નામના ઈસમે આપ્યો હતો અને ખેરગામ રહેતા બચુએ મંગાવ્યો હતો. પોલીસે વાન તથા દારૂનો જથ્થો મળી કુલ રૂ. 59 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે દારૂ મંગાવનાર તેમજ દારૂ મોકલનાર ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે.