નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ઉનાળુ ડાંગરનો (Dangar) પાક વધુ પ્રમાણમાં લેવાય છે. જાન્યુઆરી મહિનામાં જ ખેડૂતો (Farmer) ઉનાળુ ડાંગરના પાકની તૈયારી કરવામાં જોતરાય જાય છે. ઉનાળુ ડાંગરના પાકમાં પાણીની વધુ જરૂરિયાત પડતી હોય છે. પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પુરતા પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવતો નહીં હોવાથી ખેડૂતો પાણીની બુમો પાડતા થયા હતા. જે બાબતે ખેડૂતોએ સિંચાઈ વિભાગ સહીત નવસારી ધારાસભ્યને રજૂઆત કરી હતી.
જોકે થોડા સમય અગાઉ નહેરનું સમારકામ ચાલી રહ્યું છે. જેથી સિંચાઈ વિભાગ ઉકાઈ ડેમ આધારિત પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં પૂરો પાડી રહ્યા હતા. જોકે હવે સિંચાઈ વિભાગે ઉનાળુ ડાંગરના પાક માટે ખેડૂતોને પાણીનો વધુ જથ્થો પૂરો પાડવાનું નક્કી કર્યું છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ નવસારી જિલ્લામાં ઉનાળુ ડાંગરના પાકના વાવેતરમાં ઘટાડો થયો છે.
ડાંગરના પાકને ભૂંડના લીધે નુકશાન થવાનો ખેડૂતોને ભય
નવસારી : ડાંગરના પાકને વધુ પ્રમાણમાં પાણી જોઈએ છે. ત્યારે ડાંગરનું વાવેતર કરતા ખેડૂતોના ખેતરમાં પાણી વધુ હોવાથી કીચડ બની જાય છે. જેથી ભૂંડો ખેતરમાં થયેલા કીચડમાં આવી જાય છે. જેના કારણે ડાંગરના પાકને નુકશાન થતું હોય છે. જેથી કુદરતી આફત સહીત પશુઓના ત્રાસથી પણ ખેડૂતોના પાકને નુકશાન થાય છે.
સિંચાઈ વિભાગનો પાણી વધારે આપવાનો નિર્ણય માત્ર દેખાડો : પીનાકીનભાઈ પટેલ
નવસારી : નવસારી જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પીનાકીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ઉનાળુ ડાંગરના પાક 54 થી 55 હજાર હેક્ટરમાં લેવાતો હતો. ડાંગરના પાકને પાણી પુરતું મળતું નહીં હોવાથી ખેડૂતોએ ડાંગરના પાકનું વાવેતર ઘટાડી દીધું છે. હમણાં અંદાજે 25 થી 30 હજાર હેક્ટરમાં જ ડાંગરના પાકનું વાવેતર થઇ રહ્યું છે. હાલમાં સિંચાઈ વિભાગે પાણી વધારે આપવાનો નિર્ણય લીધો છે તે માત્ર દેખાવ જ છે.