Dakshin Gujarat

નવસારીમાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું, ઠંડી વધી

નવસારી: (Navsari) નવસારીમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રી અને મહત્તમ તાપમાન (Temperature) અડધો ડિગ્રી ગગડીને 32.5 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો થયો હતો. નવસારીમાં ગત સોમવારે લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી નોંધાયા બાદથી લઘુત્તમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી વધતા ઠંડીને (Cold) બદલે ગરમીનો (Hot) અહેસાસ થઇ રહ્યો હતો. જોકે ગત રવિવારથી ફરી લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું હતું. આજે સોમવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડતા 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડ્યું હતું. જેથી નવસારીમાં ઠંડી વધી હતી.

  • નવસારીમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો
  • લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધ્યું
  • નવસારીમાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડ્યું
  • લઘુત્તમ તાપમાન ઘટ્યું, ઉપરાંત મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડીને 32.5 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો થયો

    સોમવારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 14 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી ગગડીને 32.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકા હતું. બપોરે બાદ ભેજનું પ્રમાણ ઘટીને 43 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન 1.5 ડિગ્રી નોંધાયું હતું.

શહેરમાં 48 કલાકમાં ફરી ઠંડીનું જોર વધ્યું, લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું
સુરત: શહેરમાં ગયા અઠવાડિયે તાપમાનમાં વધારો નોંધાયા બાદ છેલ્લા 48 કલાકમાં ફરી પારો ગગડ્યો છે. આજે લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રીએ પહોંચતા વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. ઉત્તર ભારતમાં આવેલા જમ્મુ કશ્મીર સહિતના રાજ્યોમાં બરફ વર્ષાનું તોફાન શરૂ થયું છે. અને ત્યારબાદ ઉત્તરના પવનો ફુંકાતા ઠંડીનો પારો ગગડ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો રેકોર્ડ બ્રેક થશે તેવી આગાહી છે. શહેરમાં ગયા અઠવાડિયે ઠંડીનું જોર ઘટતા ગરમીનો અનુભવ થયો હતો. પરંતુ ઉત્તરના પવન ફુંકાતા બે જ દિવસમાં ફરી પારો ગગડ્યો છે. આજે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 45 ટકા ભેજની સાથે 4 કિમીની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો.

ઉદવાડા રેલવે ગોડાઉનમાં કચરાના વેસ્ટમાં આગ ભભૂકી
પારડી : પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન (Railway Station) પાસે આવેલા માર્ગની બાજુમાં રેલવે ગોડાઉનના વેસ્ટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ પારડી પોલીસને થતા તાત્કાલિક પારડી પાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેઓએ ઘટના સ્થળે આવી પહોંચી આગને કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું હતું કે આ જ સ્થળે વારંવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે આજરોજ ફરી રેલવે ગોડાઉનમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. ઘટના સ્થળે પોલીસની ટીમ અને ગેસ લાઈનના અધિકારીએ આવી પહોંચી ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો. અહીંથી જીઇબીની લાઈન પસાર થતી હોવાથી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. આગને પગલે ધુમાડા જોવા મળ્યા હતા. ભારે જહેમતે ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top