નવસારી: (Navsari) માણેકપોર-ટંકોલી ગામ પાસે ટેમ્પાનું (Tempo) ટાયર ફાટતા ટ્રિપલ અકસ્માત (Accident) સર્જાયો હતો. જેના કારણે 2 લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના માણેકપોર-ટંકોલી ગામ પાસે નવસારીથી સુરત જતા રોડ પર એક ટેમ્પાનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કાર અને બાઇકને પણ અકસ્માત નડતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 લોકોને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ તેઓને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાને પગલે નવસારી-સુરત રસ્તા પર ત્રાફિક જામ થયો હતો.
- જલાલપોરના માણેકપોર-ટંકોલી પાસે ટેમ્પાનું ટાયર ફાટતા ટ્રિપલ અકસ્માત
- ટ્રિપલ અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજા, નવસારી-સુરત રસ્તા પર ટ્રાફિક જામ થયો
વાપી હાઈવે પર ટ્રકનું ટાયર ફાટતા બીજા ટ્રેક ઉપર પહોંચી બીજી ટ્રકને અડફેટે લીધી
વાપી નજીકના બલીઠા હાઈવે પર પસાર થઈ રહેલી એક ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાને કારણે ટ્રકચાલક સંતુલન જાળવી નહીં શકતા સામેના ટ્રેક ઉપર ટ્રક પહોંચી હતી અને આ ટ્રેક પરથી પસાર થતી ટ્રકને અડફેટે લીધી હતી. જેમાં બંને ટ્રકોને ભારે નુકશાન પહોંચ્યું હતું અને બંને ટ્રકચાલકો ઈજાગ્રસ્ત બન્યા હતાં. બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી માર્ગ પરથી બંને ટ્રકોને ક્રેઈનની મદદથી સાઈટ પર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
અમલસાડ નજીક નહેરમાં રીક્ષા ખાબકી, માતા પુત્રીનો ચમત્કારીક બચાવ
ગણદેવી : અમલસાડ કોસ્ટલ હાઇવે ઉપર શુકવાર સાંજે રીક્ષાને અકસ્માત નડ્યો હતો. જેમાં રીક્ષા 7-8 ફૂટ ઉંડી નહેરના પાણીમાં ખાબકી હતી. માર્ગ ઉપરના રાહદારીઓ ત્વરિત મદદે પહોંચતા ચાલક અને હાટ બજારમાં શાકભાજી વેચાણ અર્થે જતી માતા પુત્રીના ચમત્કારિક બચાવ થયા હતા. નહેર ઉપર લોક ટોળાં એકત્રિત થયાં હતાં.