વડોદરા: મૂળ નાસિકના દંપતિ સાથે થયેલી છેતરપીંડી પગલે છેલ્લા ૫ વર્ષથી પોલીસ મથક અને કોર્ટના ધક્કા ખાઈને ત્રસ્ત થઇ જતા આખરે બન્ને કલેકટર કચેરી બહાર ન્યાયની માંગણી સાથે ભૂખ હળતાળ પર ઉતરી જઈ જલ્દી થી નિરાકરણ આવે તેની માગ કરી હતી. મૂળ નાસિકના દંપતિએ જણાવ્યા અનુસાર , થોડા વર્ષો અગાઉ તેમનું ટ્રક કરજણ ગામમાંથી પસાર થઇ રહ્યું હતું.
તે દરમ્યાન તેમની ટ્રકને કોઈ જ પ્રકારની નોટીસ આપ્યા વિના કબજે કરી લીધા બાદ સમાન સહિતની વસ્તુઓ પરત ન આપતા આખરે તેમને કરજણ પોલીસમાં આ બનાવની જાણ કરી જ્યાં પોલીસે ફરિયાદ ન લેતા કોર્ટમાં અરજી આપી ને ફરિયાદ દાખલ કરાવી બાદમાં તપાસ સોપતા એક તરફી તપાસ કરીને ભેદભાવ કરતા આખરે તેમને તપાસ એલ.સી.બી.માં સોપવા માટેની માંગ કરતા હજી સુધી ન્યાય ન મળતા છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે ત્યારે અંતિમ આશ તરીકે તેમને ભૂખ હળતાળ પર ઉતરી જઈને ન્યાય મેળવવા માટે ગુહાર લગાવી હતી.