નવી દિલ્હી: યુએસ (US) સ્પેસ એજન્સી (Space Agency) નાસાના (NASA) જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે (James Webb Space Telescope) બ્રહ્માંડની (Universe) એક એવી તસવીર લીધી છે જે પોતાનામાં જ અદ્ભુત છે. આ તસવીર આકાશગંગા (Galaxy) ક્લસ્ટર SMACS 0723ની છે. રંગીન તસવીર મળ્યા બાદ બ્રહ્માંડના અનેક રહસ્યો ખુલવાની આશંકા. આ ઈમેજ બ્રહ્માંડની પ્રથમ હાઈ-રિઝોલ્યુશન કલર ઈમેજ છે. અમેરિકના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) અંતરિક્ષનાં એક નાનકડા હિસ્સાની રંગીન તસવીર શેર કરી હતી. આ તસવીરને શેર કરતી વખતે તેમણે તેને ઐતિહાસિક ગણાવી હતી. આ બ્રહ્માંડની અત્યાર સુધીની સૌથી ઊંડી ઇન્ફ્રારેડ તસવીરો છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ મહાન સિદ્ધિ ગણાવી
જો બિડેને કહ્યું કે આ તસવીર હજારો આકાશગંગાઓથી ભરેલી છે. તેમણે આ ટેલિસ્કોપને માનવતાની મહાન ઈજનેરી સિદ્ધિઓમાંની એક ગણાવી હતી. નાસા એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને ગયા મહિને જાહેરાત કરી હતી કે અમે અંતરિક્ષ પ્રેમીઓને બ્રહ્માંડનો એક નવો પરિપ્રેક્ષ્ય આપી રહ્યા છીએ, જે આપણે પહેલાં ક્યારેય જોયો ન હોય.
બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલા ઘણા રહસ્યો બહાર આવી શકે છે
આ પહેલા નાસાએ આ તસવીરોનો સુંદર ટીઝર ફોટો જાહેર કર્યો હતો. જેમાં નાસાના ડીપ સ્પેસ ફોટો આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે તેમ જણાવાયું હતું. વૈજ્ઞાનિકો અનુસાર, આ શક્તિશાળી સાધન બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલી શકે છે. આ તસવીરના માધ્યમથી અંતરિક્ષ પ્રેમીઓને અહીંની વાસ્તવિક દુનિયા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અવકાશમાં સૌથી લાંબુ અંતર જોવા માટે સક્ષમ
વેબ ટેલિસ્કોપ ધરાવતા વૈજ્ઞાનિક નીલ રોલેન્ડ્સે જણાવ્યું હતું કે, “જ્યારે આ ચિત્ર લેવામાં આવ્યું હતું, ત્યારે હું આ અસ્પષ્ટ આકાશગંગાઓને સ્પષ્ટપણે જોઈને ખુશ થયો ગયો હતો.” નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું હતું કે આ વેબ ટેલિસ્કોપ અગાઉના કોઈપણ ટેલિસ્કોપની અવકાશમાં સૌથી વધુ અંતર જોવા માટે સક્ષમ છે.
$10 બિલિયનના ખર્ચે બનાવેલ છે
10 બિલિયન ડોલરનું ફિનિશ્ડ ટેલિસ્કોપ ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને હાલમાં તે પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે સૂર્યની પરિક્રમા કરી રહ્યું છે. આ ટેલિસ્કોપે એક પ્રકારે આપણને ટાઈમ ટ્રાવેલ કરાવ્યું છે. આ તસવીરમાં 4.6 અરબ પહેલા આકાશગંગા ક્લસ્ટર SMAC 0723 કેવી હતી, તે દર્શાવે છે. આ ટેલિસ્કોપ, તેના વિશાળ પ્રાથમિક અરીસા અને સાધનોની મદદથી, અવકાશમાં અન્ય કોઈપણ ટેલિસ્કોપ કરતાં વધુ દુર સુધી જોઈ શકે છે.